Gujarat

ઊનાના માણેકપુર પ્ર.શાળામાં ૧૨ થી ૧૫ વર્ષના બાળકોનું વેક્સીનેશન કરાયું.

ઉનાના માણેકપુર ગામે પ્રાથમિક શાળામા આરોગ્ય વિભાગ દ્વારા ૧૨ થી ૧૫ વર્ષના બાળકોનુ કોરોના વેકસીનેશન કરવામાં આવ્યુ. જેમા ધોરણ ૭ અને ૮ મા ટોટલ ૯૨ વિધાર્થીઓ એ કોરોનાની રસી લીધેલ. આ સમગ્ર રસીકરણ ઝુંબેશમા જલ્પાબેન ગોહિલ, સંગીતાબેન સાંખટ, અને આરોગ્ય કર્મચારી રાજેશભાઇ ઝણકાટ હાજર રહેલ તેમજ પ્રિન્સીપાલ વૈશાલીબેન તેમજ અન્ય શિક્ષક ગણ હાજર રહેલ તેમજ માણેકપુર ગામના આગેવાનો, તાલુક પંચાયત સદસ્ય ભરતભાઈ રાઠોડ,  સરપંચ લાખાભાઇ રાઠોડએ આરોગ્ય વિભાગની સાથે રહીને વેકસીનેશન પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો. જોકે રસી આપ્યા બાદ કોઈ પણ બાળકને આડઅસર જોવા મળેલ ના હતી..

-પ્રાથમિક-શાળા-મા-આરોગ્ય-વિભાગ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *