Gujarat

ઊનાના રાતડ ગામે બે દિવસ પહેલા ગુમ થયેલ યુવતીનો મૃતદેહ કુવા માંથી મળી આવ્યો મોતનું કારણ અકબંધ, હત્યા કે આત્મહત્યાની આશંકા, મૃતદેહ પીએમ માટે જામનગર ખસેડાય

ઊના – ઊનાના રાતડ ગામે રહેતી યુવતી પોતાની વાડીમાં આવેલ કુવા માંથી આજે વહેલી સવારે મૃતદેહ જોવા મળતા ગામમાં ચકચાર મચી જવા પામેલ હતી. મોતનું કારણ અકબંધ પીએમ માટે જામનગર ખસેડાયેલ છે. પીએમ બાદમાં મોતનું સાચુ કારણ બહાર આવશે. આ અંગે મૃતક યુવતીના ભાઇએ પોલીસમાં જાહેર કરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાતડ ગામે રહેતી ભારતીબેન જાદવભાઇ મેવાડા ઉ.વ.૧૯ તે પોતાના ઘરેથી માતાને ડુંગળી નેદવાનું કહી વાડીએ તા.૧૯ જાન્યુ.ના રોજ ગયેલ હોય ત્યા વાડીએ પોતાના કપડા બદલાવ્યા બાદ ગુમ થતાં તેમનો પરીવાર વાડીએ શોધખોળ કરવા છતાં મળી આવેલ નહીં. અને તા.૨૨ ના સવારે પોતાનીજ વાડીમાં આવેલ ઉંડા કુવાના પાણીમાં મૃત હાલતમાં જોવા મળતા તાત્કાલીક આ અંગેની જાણ પોલીસને કરતા ઘટના સ્થળે પોલીસ દોડી ગયેલ તેમજ આજુબાજુના લોકો એકત્ર થઇ ગયેલ અને યુવતીના મૃતદેહ કુવામાંથી બહાર કાઢી ઉના સરકારી હોસ્પીટલે ખસેડાયેલ અને મૃતક યુવતીના મોત અંગેની આશંકા તેમના પરીવારને થતા મૃતદેહ પીએમ માટે જામનગર ખસેડવામાં આવેલ ત્યાર બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે. આ અંગે મૃતકના ભાઇ મહેશભાઇ જાદવભાઇ મેવાડાએ પોલીસમાં જાહેર કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *