ઊનાના સનખડા થી માણેકપુર ગામે જવા માટેનો મુખ્ય એકજ રસ્તો આવેલ હોય ગ્રામજનો તેમજ ખેડૂતો પોતાના કામકાજ માટે સનખડા ગામે સતત અવર જવર રહેતી હોય છે. ત્યારે આ બન્ને ગામ વચ્ચે આવેલ મચ્છુન્દ્રી નદીમાં ચોમાસા દરમ્યાન નદીમાં પુર આવે ત્યારે ખેડૂતો અને ગામ લોકોને મુશ્કેલી વેઠવી પડતી હોય છે. આથી સનખડા અને માણેકપુર ગામ વચ્ચે નદીમાં નાળુ તેમજ પાકો રસ્તો બનાવવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠવા પામેલ છે. બન્ને ગામ વચ્ચે રોજીંદી અજર જવર થતી હોય છે. ત્યારે બિસ્માર રસ્તાના કારણે પણ મુશ્કેલી ઉભી થાય છે. આ સીવાય ગામના સીમાડે રહેતા ખેડૂતોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આથી બન્ને ગામ વચ્ચે રસ્તો તેમજ નાળુ બનાવવામાં આવે તેવી જીલ્લા પંચાયતના સદસ્ય વીરાભાઇ બોઘાભાઇ ઝાલાએ ગીરસોમનાથ જીલ્લા નાયબ કાર્યપાલક માર્ગ અને મકાન વિભાગને લેખિત રજુઆત કરી માંગણી કરેલ છે.
