ઊનાના સીમર દશ હજારની વસ્તી ધરાવતુ ગામ હોય શાકમાર્કેટ મંજુર થયેલ હોવા છતાં આજ સુધી કામગીરી કરવામાં આવેલ નથી. જેના કારણે સીમર ગામેથી માણેકપુર, દૂધાળા રોડ પર શાકમાર્કેટ ભરાતા રસ્તા પરથી પસાર થતાં હજારો વાહન ચાલકો રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી સીમર ગામે મંજુર થયેલ શાકમાર્કેટ તાત્કાલીક બનાવવામાં આવે જેથી વાહનો તેમજ ગામ લોકોની પરેશાની દૂર થાય તેમ છે. આ બાબતે સ્થાતનિક તંત્ર આગળ આવી લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે.


