Gujarat

ઊના ગીરગઢડા પંથકમાં ભર શિયાળે કમોસમી ઝાંપટા વરસ્યો

ઊના ગીરગઢડા પંથકમાં વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ઉના શહેર અને તાલુકાના અમુક ગામોમાં વહેલી સવારમાં છ વાગ્યાની આસપાસ થોડીવાર માટે કમોસમી વરસાદ વરસ્યો હતો. ગીરગઢડામાં હળવા છાંટા પડ્યા હતા. વરસાદી ઝાંપટા પડતા રોડ રસ્તા પરથી પાણી ચાલતા થયા હતા. અને ભારે પવન સાથે બપોર બાદ આકાશ ખુલુ થતા તડકો છાંયડા જેવું વાતાવરણ જોવા મળેલ હતો. જોકે ભરશિયાળે વહેલી સવારે કમોસમી વરસાદથી લોકો ખેડૂતો પણ ચિંતામાં મુકાય ગયા હતા. બપોર બાદ ભારે પવન ફુકાવા લાગતા મિશ્ર રૂતુનો માહોલ જોવા મળેલ.

-પંથકમાં-ભર-શિયાળે-કમોસમી-વરસાદ-વરસ્યો-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *