Gujarat

ઊના બસસ્ટેશન પાસે ત્રિપલ અકસ્માતમાં પતિની નજર સામે પત્નિનું કમકમાટી ભર્યુ મોત બે વ્યક્તિને ઇજા..

બે બાઇક વચ્ચે અકસ્માત થતાં રસ્તા પરથી પસાર થતો ટ્રકના પાછલા ટાયરમાં જોટામાં આવી જતાં મહીલાનું મોત.

ગીરગઢડાના ધોકડવામાં ટ્રક અને દિવાલ વચ્ચે યુવાનનું દબાઇ જતાં મોત…

ઊના – ઊના શહેરના બસસ્ટેશન પાસે બે બાઇક વચ્ચે અકસ્માત થતાં રસ્તા પરથી પસાર થતો ટ્રકના પાછલા ટાયરના જોટામાં મહીલા આવી જતાં પતિની નજર સામે પત્નિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે બે વ્યક્તિને ઇજા થતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાયેલ છે. આ અંગેની બાઇક ચાલક વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ અનવરઅલી હાસમઅલી રફાઇ તેમજ જરીનાબેન પતિ-પત્નિ બાઇક જી.જે ૩૨ ક્યુ ૧૮૩૬ પર દેલવાડા થી ઉના આવતા હતા. એ દરમ્યાન બસ સ્ટેશન સામે હાઇવે રોડ પાસે રાત્રીના સાડા નવ વાગ્યાની આસપાસ અનવરઅલી અને ભત્રીજા મહેફુજભાઇ તેમજ જરીનાબેન ઉભા હતા. ત્યારે ભાવનગર હાઇવે પર વડલાચોક તરફથી જીજે. ૩૨ એ ૪૯૭૨ નો બાઇક ચાલક પુરપાટ ઝડપી ચલાવી આવતો હોય અને રસ્તા પાસે ઉભેલા અનવરઅલીની બાઇકને ધડાકાભેર ભટકાવી દેતા જરીનાબેન, અનવરઅલી તેમજ મેહફુજભાઇ ત્રણેય રોડ પર ફંગોળાય ગયેલ જ્યારે જરીનાબેન રસ્તા પરજ ફંગોળાય જતાં ત્યાંથી પસાર થતો ટ્રક નં.જીજે ૦૧ ઇ ટી ૦૧૫૭ ના પાછલા ટાયરના જોટામાં આવી ગયેલ અને તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. આમ પતિની નજર સામે પત્નિનું મોત થતાં અરેરાટી વ્યાપી ગયેલ જ્યારે ઇજાગ્રસ્ત બન્ને યુવાનોને સારવાર અર્થે ઇમરજન્સી ૧૦૮માં સરકારી હોસ્પીટલે ખસેડાયેલ છે. આ બાબતે ઇજાગ્રસ્ત અનવરઅલીએ બાઇક ચાલક વિરૂધ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની તપાસ કરી કાર્યવાહી હાથ ધરેલ છે.

ધોકડવા ગામે વિશ્ણુભાઇ પાતુભાઇ શિયાળ ઉ.વ.૨૧ રહે. ચાંચબંદર તા.રાજુલા જી.અમરેલી તે ધોકડવા ગામે આરસીસી રોડનું કામ ચાલુ હોય ત્યારે ટ્રકનું ટાયર સોસખાડામાં ઘુસી જતાં ટ્રક ત્રાસો થઇ ગયેલ હોય એ દરમ્યાન પાછળના ભાગે આવેલ દિવાલ વચ્ચે વિશ્ણુભાઇ પાતુભાઇ શિયાળ દબાઇ જતાં અકસ્માતેતેમનું મોત નિપજ્યુ હતું. આમ અંગે જીવરાજભાઇ જેસરભાઇ શિયાળે ગીરગઢડા પોલીસમાં જાહેર કરેલ હોય આ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

-પાસે-ત્રિપલ-અકસ્માતમાં-મહીલાનું-ઘટના-સ્થળે-મોત-બે-વ્યક્તિને-ઇજા-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *