Gujarat

ઊના  ભાવનગર નેશનલ હાઈવે પર પડેલા ખાડાના કારણે વાહનો બંધ પડ્યા લોકો પરેશાન…

લોકો ગીત પણ ગાતા જાય છે ખાડા બુરાવો રાજ ડામર પથરાવો રાજ..

ઊના – ઉના ભાવનગર નેશનલ હાઈવે અતિ બિસ્માર હાલતમાં હોવાના કારણે વાહન ચાલકો અને આજુબાજુના ગ્રામજનો ત્રાસી ઉઠ્યા છે. અને રસ્તાની મરામત કરાવા તંત્રના પેટનું પાણીય હાલતું ન હોય તેમ વાહન ચાલકો અને લોકો હાઇવે પર ખાડા સહન કરી રહ્યાં છે. ત્યારે ઉના ભાવનગર હાઇવે પર આવેલ કાણકબરડાના પાટિયાથી સામતેર ગામ અને રામેશ્વર ગામનાં પાટિયા સુધીનો 2 કિ. મી. રસ્તો અતિ બિસ્માર હોઈ રસ્તા પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. રસ્તા પર જ્યાં જોયે ત્યાં ખાડાજ નજરે પડે છે. ત્યારે નાના મોટા વાહન ચાલકો ખાડાઓના કારણે વાહન ક્યાથી તારવીને ચલાવવુ એ પણ ભારે મુશ્કિલ બની ગયું છે. ત્યારે આ રોડ પર એક ટ્રક પસાર થઈ રહ્યો હતો તે દરમ્યાન સામતેર ગામેથી પસાર થતી રાવલ નદીના પુલ નજીક ટ્રકના નીચેના ભાગે લોખંડની કમાન તૂટી જતાં ટ્રક બંધ પડી ગયેલ અને ટ્રક ચાલકે રસ્તા પરજ પોતાની જાતે ટ્રકની કમાન રીપેરીંગ કરેલ હતી. આ સિવાયના રોજ રસ્તા પર વાહનો બંધ થઈ જાય છે તો કોઈ વાહન ખાડામાં પલ્ટી મારી જતાં હોય આવા દ્રશ્યો રોજિંદા બની ગયેલ તેમ છતાં તંત્રના પેટનું પાણીય હલતું ન હોઈ તેમ અક્સ્માતમાં કોઈનો ભોગ લેવાય તેની તંત્ર રાહ જોઇ બેઠું હોવાનો ઘટ સર્જાયેલ છે. અને વાહન ચાલકો વાહનમાં થતા ભારે નુક્સાની ભોગવવાની વારો આવ્યો છે આમ સામતેર ગામે પુલ ઉપર મસમોટા ખાડામાં ટ્રક બંધ થઈ જતા ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી ખાડા પૂરવામાં આવ્યા નથી. હવે તો લોકો હાઇવે પર વાહન લઈ પસાર થતા હોય ત્યારે લોકો ગીત પણ ગાતા જાય છે ખાડા બુરાવો રાજ ડામર પથરાવો રાજ તો પણ આ તંત્રના પેટમાં પાણી પણ હલતું નથી. આ રસ્તા ઉપર અવાર નવાર અકસ્માત સર્જાતા હોવા છતાં પણ હજી તંત્ર જાગતું નથી તંત્ર ક્યારે જાગશે તેવા લોકોમાંથી સવાલો ઉદ્ભભવી રહ્યા છે. અને આ અતી બિસ્માર હાઇવેને તાત્કાલીક રિપેર કરી લોકોની માંગણી ઉઠવા પામી છે..

 

 

 

 

 

 

ઊના-ભાવનગર-નેશનલ-હાઈવે-પર-પડેલા-ખાડાના-કારણ-ટ્રક-બંધ-પડ્યા-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *