Gujarat

એમસીએક્સ પર સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી વૃદ્ધિ

કપાસ, કોટન, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક સુધારાનો સંચારઃ બુલડેક્સ વાયદામાં 171 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 79 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 389 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,03,357 સોદાઓમાં કુલ રૂ.17,791.53 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના માર્ચ વાયદામાં 171 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 79 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના એપ્રિલ વાયદામાં 389 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 84,205 સોદાઓમાં કુલ રૂ.5,186.40 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,678ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,784 અને નીચામાં રૂ.51,366 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.530 વધી રૂ.51,677ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.353 વધી રૂ.41,270 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.42 વધી રૂ.5,131ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,400ના ભાવે ખૂલી, રૂ.509 વધી રૂ.51,614ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,699ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,000 અને નીચામાં રૂ.67,699 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 1234 વધી રૂ.68,538 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 1167 વધી રૂ.68,669 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,150 વધી રૂ.68,667 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,664 સોદાઓમાં રૂ.1,736.91 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.2.20 વધી રૂ.266.55 અને જસત માર્ચ વાયદો રૂ.2 ઘટી રૂ.315ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.90 વધી રૂ.799.45 અને નિકલ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.35.7 ઘટી રૂ.2,681.90 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.183ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 42,429 સોદાઓમાં કુલ રૂ.3,168.67 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,341ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,580 અને નીચામાં રૂ.7,307 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.242 વધી રૂ.7,538 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.20 વધી રૂ.363 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,106 સોદાઓમાં રૂ.161.87 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.2,020 બોલાઈ રહ્યો હતો. કોટન માર્ચ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.38,340ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.38,600 અને નીચામાં રૂ.38,250 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.230 વધી રૂ.38,560ના સ્તરે પહોંચ્યો હતો. રબર માર્ચ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,800ના ભાવે ખૂલી, રૂ.15 વધી રૂ.16841 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.40 વધી રૂ.1036 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 17,888 સોદાઓમાં રૂ.2,817.04 કરોડનાં 5,452.597 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 66,317 સોદાઓમાં કુલ રૂ.2,369.36 કરોડનાં 345.715 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 26,044 સોદાઓમાં રૂ.2,277.40 કરોડનાં 30,70,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 16,385 સોદાઓમાં રૂ.891 કરોડનાં 24690000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 930 સોદાઓમાં રૂ.155.11 કરોડનાં 40250 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 172 સોદાઓમાં રૂ.6.65 કરોડનાં 64.08 ટન, રબરના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ.0.07 કરોડનાં 4 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 24,159.990 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 333.561 ટન, ક્રૂડ તેલમાં 713500 બેરલ અને નેચરલ ગેસમાં 9473750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 197150 ગાંસડી, મેન્થા તેલમાં 369.36 ટન, રબરમાં 53 ટન ના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 624 સોદાઓમાં રૂ.49 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 605 સોદાઓમાં રૂ.46.68 કરોડનાં 615 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 3 સોદાઓમાં રૂ..33 કરોડનાં 3 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 16 સોદાઓમાં રૂ.1.99 કરોડનાં 21 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 830 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 242 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 48 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ એપ્રિલ વાયદો 7,481ના સ્તરે ખૂલી, ઊપરમાં 7,698 અને નીચામાં 7,309ના સ્તરને સ્પર્શી, 389 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 205 પોઈન્ટ વધી 7,626ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ માર્ચ વાયદો 15,250ના સ્તરે ખૂલી, 171 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 180 પોઈન્ટ વધી 15,211ના સ્તરે અને મેટલડેક્સમાર્ચ વાયદો 21,921ના સ્તરે ખૂલી, 79 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 626 પોઈન્ટ ઘટી 21961 ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 65329 સોદાઓમાં રૂ.7,488.68 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,265.10 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.36.17 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,594.35 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.593.06 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 82.22 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.48.50 ખૂલી, ઊપરમાં રૂ.119 અને નીચામાં રૂ.12 રહી, અંતે રૂ.25.60 વધી રૂ.93.10 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.390 ખૂલી, ઊપરમાં રૂ.424 અને નીચામાં રૂ.283.50 રહી, અંતે રૂ.116.50 વધી રૂ.405 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.360ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.40 ખૂલી, ઊપરમાં રૂ.17.70 અને નીચામાં રૂ.11.80 રહી, અંતે રૂ.2 વધી રૂ.16.40 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.7,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.70 ખૂલી, ઊપરમાં રૂ.98.90 અને નીચામાં રૂ.10.80 રહી, અંતે રૂ.138.10 ઘટી રૂ.12.20 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.201.50 ખૂલી, ઊપરમાં રૂ.295 અને નીચામાં રૂ.201.50 રહી, અંતે રૂ.178 ઘટી રૂ.223 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.360ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.13.35 ખૂલી, ઊપરમાં રૂ.16.50 અને નીચામાં રૂ.12.05 રહી, અંતે રૂ.0.30 વધી રૂ.13.40 થયો હતો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *