ગામની કીર્તન મંડળી દ્વારા કીર્તન કરતા કરતા વિદાય આપવામાં આવી….
વંથલી તાલુકા ના ધણફુલીયા ગામના વતની અને પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ શ્રી જે. કે. ચાવડા ના પિતાશ્રી કાનજીભાઈ છેલ્લા 70 – 72 વર્ષ થી ઠાકોરજીના કીર્તન ગુણગાન ગાતા હતા. અને આજુ બાજુના ગામોમાં એક સારા કીર્તન કાર તરીકે તમામ સમાજમાં ખુબજ બહોળી ચાહના ધરાવતા હતા. તેઓની ટૂંકી બીમારી સબબ અવસાન થતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ ગઇ હતી.ત્યારે ગામની કીર્તન મંડળી દ્વારા કીર્તન ગાતા ગાતા સ્મશાન યાત્રા કાઢવામાં આવેલ હતી.
આ સ્મશાન યાત્રામાં ગામ અને આજુ બાજુના તમામ જાતિના ગૌસેવાર્થી અને કડિયા જ્ઞાતિના જૂનાગઢ ના માજી મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ અને જ્ઞાતિના આગેવાનો સહીત સેંકડો લોકો સ્મશાન યાત્રામાં જોડાયા હતા.અને કાનજીભાઇ ની આત્માને પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના કરાઈ હતી .
અહેવાલ હાર્દિક વાણીયા વંથલી
Attachments area


