Gujarat

કઠલાલ અને કપડવંજ તાલુકાને રૂ. ૯૪.૫૬ કરોડના ૭૦ વિકાસના કામોની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

લોકેશન.ખેડા-કપડવંજ
રિપોર્ટર.મકસુદ કારીગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે  ખેડા જિલ્લાના કપડવંજ ખાતે કપડવંજ અને કઠલાલ તાલુકામાં અંદાજે રૂ.૨૦.૨૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ બે વિકાસ કામોનું લોકાર્પણ તથા આ બંને તાલુકામાં માર્ગ અને મકાન રાજ્ય અને પંચાયત વિભાગ દ્વારા રૂ.૭૦.૩૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ રસ્તાઓના ૬૮ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આમ મુખ્યમંત્રીના હસ્તે જનસુવિધા અને જનસુખાકારીના કુલ રૂ.૯૪.૫૬ કરોડના ૭૦ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીના હસ્તે મિશન મંગલમ, પીએમ જય, પ્રધાનમંત્રી આવાસ યોજના, ડો.આંબેડકર આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તેમજ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં પ્રાંત અધિકારી ડી બી મકવાણા સ્વાગત પ્રવચન કર્યું હતું ઉપસ્થિત મહાનુભવોમાં કેન્દ્રના સંચાર મંત્રી દેવસિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, વિધાનસભા દંડક પંકજભાઈ દેસાઈ, સંસદ સભ્ય રતનસિંહ રાઠોડે પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.એલ બચાણી, માતર ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, પૂર્વ ધારાસભ્ય મણીભાઈ પટેલ, કનુભાઈ ડાભી, નગર સેવા સદન ના પ્રમુખ મોનિકાબેન પટેલ સહિત  જિલ્લાના અને કપડવંજ કઠલાલ સંગઠન ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
 કાર્યક્રમ દરમિયાન કપડવંજ શહેર અને તાલુકા સંગઠન અને કઠલાલ શહેર અને તાલુકા સંગઠન દ્વારા, ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ કપડવંજ અને કઠલાલ, કપડવંજ નગરપાલિકા અને કઠલાલ નગરપાલિકા ના સદસ્યો, કપડવંજ કેળવણી મંડળ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, લાયન્સ ક્લબ કપડવંજ દ્વારા મુખ્યમંત્રી નું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનુપસિંહ પરમાર એ કર્યું હતું

IMG-20220903-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *