Gujarat

કઠલાલ થોરીવાસ ખાતે કેન્દ્રીય મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે રામદેવપીર મંદિર નુ ખાતમુહુર્ત કરવામા આવ્યુ.

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ મા આવેલ થોરીવાસ શંકરપુરા વિસ્તારમાં રામદેવપીર મહારાજ નુ ભવ્ય મંદિર નિર્માણ થવા જઇ રહ્યું છે જેનું ખાતમુહૂર્ત કરવામા આવ્યુ.કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.આ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુ શ્રી 108 રવિનાથ બાપુ ગુરુ શ્રી 1008 વિસનગર ગૌરક્ષ આશ્રમ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમમા કઠલાલ ભાજપ શહેર પ્રમુખ બિપીનભાઈ પટેલ અને નગરપાલિકા પ્રમુખ રમીલાબેન તથા ઉપપ્રમુખ હર્ષદભાઈ પટેલ સહિત અગ્રણીઓ અને રામદેવપીર ના ભક્તો થતા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220422-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *