Gujarat

કઠલાલ નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ મામલતદાર કચેરી ખાતે કઠલાલ નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.
સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગો ધ્વારા વિવિધ સરકારી યોજનાઓની માહિતી નો કથલાલના  નાગરીકોએ લીધો હતો.જેમાં
આવક,જાતિ,ક્રિમીલેયર,ડોમીસાઈલના દાખલા, રેશનકાર્ડને લગતી અરજીઓઆધાર કાર્ડમાં નામ નોધણી,માં—અમૃતમ અને માં–વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓને નોધણી અને કાર્ડ ઈસ્યું,
 વિધવા સહાય,નિરાધાર વૃધ્ધ સહાય યોજનાઓ,જમીન માપણી અને નવી નોધ(ઈ–ધારા)ની કામગીરી,સમાજ કલ્યાણ,આદિ જાતિ વિભાગ,જિલ્લા ઉધોગ કેન્દ્રની યોજનાઓ ,મિલકત આકારણી અને મિલકત વેરાની કામગીરી, જન્મ-મરણ દાખલાની અરજી, સ્વસહાય જૂથોની કામગીરી
,નગરપાલિકાને લગતી વિવિધ વ્યકિતલક્ષી સેવાઓ, પ્રધાન મંત્રી ઉજવલા યોજનાની માહિતી, પ્રધાનમંત્રી ઉજાલા યોજના,ડીઝીટલ ઈન્ડિયા અંતર્ગત બેંકના કર્મચારી ધ્વારા કેશ—લેશ અને ઈ–પેઈમેન્ટ માટેની જાણકારી,એમજીવીસીએલ , જેવી સેવાઓનો લાભ નાગરિકો એ લીધો હતો.
આ પ્રસંગે બિપિનભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ,કિરણભાઈ તાલુકા ભાજપ પ્રમુખ, તુલસીબેન થોરી નગરપાલિકા પ્રમુખ,હર્ષદભાઈ પટેલ નગરપાલિકા ઉપ પ્રમુખ,નગરપાલિકા ચીફ ઓફિસર,નગરપાલિકા ના ક્રાઉન્સિલરો,કાર્યકરો નગરપાલિકા ના કાર્યકરો સહિત ગ્રામજનો તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

FB_IMG_1664620515697.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *