મકસુદ કારીગર,ખેડા- કઠલાલ
કઠલાલ ની ખ્યાતનામ રોયલ રોયલ એકેડેમી દ્વારા વિદ્યાર્થીઓની શારીરિક તેમજ બૌદ્ધિક શક્તિઓનો વિકાસ થાય તે હેતુસર જંગલ ટ્રેકિંગ તેમજ વિવિધ રમતો રમાડવાનું આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત રમતોમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. ટ્રેકિંગ દરમિયાન વિજ્ઞાન વિભાગના વિજય પટેલ અને તેજસ દલવાડી દ્વારા વૃક્ષોની માહિતી આપવામાં આવી તેમજ કસીલ રાજપુત અને સાજીદ ચુવાણ દ્વારા જંગલ ના પ્રકારો વિશે ચર્ચા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રોયલ એકેડમી ના ડાયરેક્ટર સેફ ખોખરના માર્ગદર્શન હેઠળ પૂજા રાવલ, જીનલ પટેલ તેમજ હની મન્સૂરી દ્વારા કરવામાં આવ્યું.


