Gujarat

જુનાગઢ બામણગઢ થી રૂપાવટી જતા રસ્તાની પેશકદમીને લઈને ખેડૂતોએ કલેકટરને આપ્યું આવેદન

સાગર નિર્મળ
જૂનાગઢ
જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના બામણગઢ થી રૂપાવટી જતા રસ્તા પર થયેલ પેશકદમીને લઈને અગાઉ માર્ચ 2015માં રજૂઆત કરવામાં આવી હતી. આજ 7 વર્ષ કરતા પણ વધુ સમય વીત્યો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પરિણામલક્ષી કામગિરી થયેલ ન હોવાની વીગતો સાથે રઘુભાઈ કરશનભાઈ સાકરીયા અને ખેડૂતો તેમજ ગ્રામજનો દ્વારા જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી.
જો કે પ્રાપ્ત વિગત મુજબ તંત્ર દ્વારા માપણી કરાવાનો પણ હુકમ કરવામાં આવેલ અને જે તે જગ્યાના હદ નિશાન પણ કરવાની કામગિરી હાથ ધરવામાં આવી હતી અને ભેસાણ મેજિસ્ટ્રેટ શ્રી દ્વારા દબાણકર્તાઓને જમીન ખુલ્લી કરવા નોટિસ પણ ફટકારી હતી, પરંતુ આજ દિવસ સુધી કોઈ અમલવારી થયેલ ન હોવાની રજૂઆત સાથે રઘુભાઈ કરશનભાઈ સાકરીયા અને ખેડૂતો તેમજ ગ્રામજનો સાથે કલેકટર કચેરી પર આવેદન આપી તાત્કાલિક દબાણ હટાવા માટે રજૂઆત કરવામાં આવી હતી અન્યથા અરજદાર દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *