રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલના શિવ આશિષ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની કારોબારી મીટીંગ યોજાઇ હતી.આ મીટીંગ માં ખેડા જીલ્લા પ્રમુખ ઈશ્વરસિંહ પરમાર ની સાથે ખેડા જિલ્લા લિગલ સેલ ના સુનીલસિંહ ઠાકોર અને બાલાસિનોર તાલુકા પ્રમુખ કિરીટસિહ ઝાલા તથા નટવરસિંહ બારૈયા તથા ગામ સમિતિ ના પ્રમુખો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી સંગઠનને મજબૂત બનાવવા તેમજ સમાજને કેવી રીતે ઉપયોગી થવાય તેવા કાર્યો કરવા જેવી બાબતની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.તેમજ સમાજમાં શિક્ષણ વધે અને સમાજ વ્યસન મુક્ત થાય તે બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.મોટી સંખ્યામાં ગુજરાત ક્ષત્રિય સેનાના હોદ્દેદારો અને કાર્યકરો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.


