Gujarat

કલા મહાકુંભ-૨૦૨૧-૨૨ની જામનગર શહેર- ઝોન-જીલ્લાકક્ષાની સ્પર્ધાનો કાર્યક્રમ જાહેર કરાયો

ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર જામનગરની રાહબરી હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જીલ્લા રમત ગમત કચેરી જામનગર દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું જામનગર શહેરની ઝોનકક્ષા અને શહેરકક્ષાએ આયોજન થનાર છે. જેમાં રજીસ્ટ્રેશન (ઓફ લાઈન) ફોર્મ ભરવાની છેલ્લી તા. ૦૬/૦૧/૨૦૨૨ છે.આ માટે જામનગર શહેરની ઝોન કક્ષાએથી શરૂ થતી ઝોન-૩,ઝોન-૫ અને ઝોન-૬ની સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, વકતૃત્વની સ્પર્ધા તા.૦૯/૦૧/૨૦૨૨ના રોજ ટાઉનહોલ,જામનગર ખાતે તેમજ એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, ચિત્રકલા અને નિબંધની સ્પર્ધા તા.૧૦/૦૧/૨૦૨૨ના ટાઉનહોલ,જામનગર ખાતે તથા ઝોન-૧,ઝોન-૨ અને ઝોન-૪ની સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, વકતૃત્વની સ્પર્ધા તા.૧૧/૦૧/૨૦૨૨ના રોજ સત્યસાંઈ વિદ્યાલય,જામનગર ખાતે તેમજ એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ,ચિત્રકલા અને નિબંધની સ્પર્ધા તા.૧૨/૦૧/૨૦૨૨ના સત્યસાંઈ વિદ્યાલય,જામનગર ખાતે યોજાનાર છે.જેથી ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર કલાકારોએ ઉક્ત તારીખના રોજ સવારે ૮:૩૦ કલાકે રીપોટીંગ કરવાનું રહેશે.

જામનગર શહેર-જીલ્લાકક્ષાની લોકનૃત્ય,ગરબા રાસ,સમુહગીત,કથ્થક,દુહા-છંદ-ચોપાઈ,સ્કુલબેન્ડ,સર્જનાત્મક કારીગરીની સ્પર્ધા તા.૧૬/૦૧/૨૦૨૨ના રોજ ટાઉનહોલ,જામનગર ખાતે ચિત્રકલા, વકતૃત્વ,લોકવાર્તાની સ્પર્ધા તા.૧૬/૦૧/૨૦૨૨ના રોજ વિભાજી હાઈસ્કૂલ,જામનગર ખાતે તેમજ એકપાત્રીય અભિનય,ભરત નાટ્યમની સ્પર્ધા તા.૧૭/૦૧/૨૦૨૨ના રોજ ટાઉનહોલ,જામનગર ખાતે અને નિબંધ,ગઝલ-શાયરી,કાવ્ય લેખન,ઓર્ગનની સ્પર્ધા તા.૧૭/૦૧/૨૦૨૨ના રોજ વિભાજી હાઈસ્કૂલ,જામનગર ખાતે યોજાનાર છે.જેથી શહેરકક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર કલાકારોએ ઉક્ત તારીખના રોજ સવારે ૮:૩૦ કલાકે રીપોટીંગ કરવાનું રહેશે. વધુ વિગત માટે કચેરીના ફોન નં-૦૨૮૮-૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *