Gujarat

કાંટ (ડીસા) ખાતે પૂજ્ય આનંદનાથજી મહારાજની શરૂ થનાર રામકથા

ગિરગઢડા
   ભરત ગંગદેવ
    ખૂબ જ જ્ઞાની,અભ્યાસુ,પ્રખર વકતા એવા પૂજ્ય આનંદનાથજી મહારાજને સાંભળવા એ જીવનનો એક અમૂલ્ય લ્હાવો છે.અંદાજે છેલ્લા દસેક વર્ષથી ડીસા સાથે તેમનો ઘનિષ્ઠ નાતો રહ્યો છે.તારીખ 5-1-2022 બુધવારથી પૂજ્ય આનંદનાથજી મહારાજ ના વ્યાસાસને કાંટ (ડીસા) ખાતે શ્રી રામકથા તત્વાર્થ જ્ઞાનયજ્ઞ(રામકથા) નો પ્રારંભ થવા જઈ રહેલ છે જે તારીખ 13-1-2022 ગુરૂવાર સુધી ચાલશે.
   આનંદ સત્સંગ પરિવાર ડીસા સાથે સંકળાયેલા અને પૂજ્ય ગુરૂદેવના ચાહક કાંટના રામભાઈ રણછોડજી માળી (મોબાઇલ. 9427309756) તેમજ તેમના ભાઈઓ અને સમગ્ર પરિવારના સહકારથી યોજાનાર  આ કથા કાંટના રણછોડપુરા ખાતે પ્રતિદિન બપોરે 1=15 કલાકેથી શરૂ થઈ સાંજના 4=30 વાગ્યા સુધી ચાલનાર છે.આ રામકથાનો વિશેષ  લાભ લેવા ધર્મપ્રેમી રામાયણી પ્રજાને આયોજક દ્રારા વિશેષ અનુરોધ પણ કરાયો છે..

IMG-20220103-WA0137.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *