Gujarat

મોરબી એવન્યુ પાર્ક ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન ગૌસેવા ના લાભાર્થે આયોજીત સપ્તાહ મા ૮.૫ લાખ જેટલી માતબર રકમ એકત્રિત.

ગિરગઢડા
ભરત ગંગદેવ.
મોરબી ના રવાપર રોડ સ્થિત એવન્યુપાર્ક સોસાયટી ખાતે એવન્યુ પાર્ક મહિલા મંડળ દ્વારા તા.૨૭-૧૨ થી ૨-૧ દરમિયાન શ્રીમદ્ ભાગવત સપ્તાહ નુ ગૌસેવા ના લાભાર્થે આયોજન કરવા મા આવ્યુ હતુ. જે અંતર્ગત ભાગવતાચાર્ય સુહાગભાઈ દવે ના વ્યાસાસને યોજાયેલ ભાગવત સપ્તાહ મા વિવિધ ધાર્મિક ઉત્સવો ભક્તિભાવ પૂર્વક ધામધૂમ થી ઉજવવા મા આવ્યા હતા. ગૌસેવા ના લાભાર્થે આયોજીત સપ્તાહ મા ૮.૫ લાખ જેટલી માતબર રકમ એકત્રિત થઈ હતી. જેમાંથી ખર્ચ બાદ કરતા આશરે ૬.૨૫ લાખ જેટલી રકમ ગૌસેવા મા ઉપયોગ મા લેવા મા આવશે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહ ને સફળ બનાવવા મીતાબેન જોશી, રમાબેન કોઠીયા, ગીતાબેન કૈલા, રિયાબેન ગ્વાલાણી, હેતલબેન જોશી, અનિતાબેન હીરાણી, ઝરણાબેન પંડ્યા, હેમાલીબેન રાચ્છ, જાગૃતિબેન કૈલા, શારદાબેન બારૈયા,હસુભાઈ ચંડીભમર, માવજીભાઈ બરાસરા, રમણીકભાઈ ચંડીભમર, દેવેન્દ્રભાઈ હિરાણી, પ્રવિણભાઈ સેતા, ભરતભાઈ ગ્વાલાણી, વિનુભાઈ કાથરાણી, સહીતનાઓ એ જહેમત ઉઠાવી હતી.
શ્રીમદ્ ભાગવત સપ્તાહ ના સફળ આયોજન બદલ સોસાયટી ના તમામ રહીશો તેમજ સહયોગીઓ, રોકડીયા હનુમાન મંદિરના મહંત તથા બજરંગ ધૂન મંડળ નો આયોજકો એ અભિનંદન સહ આભાર વ્યક્ત કર્યો હતો.

IMG-20220103-WA0226.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *