કુલ ૪ ચોરીઓ ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા
આંતરરાજ્ય વાહન ચોર ગેંગના મુખ્ય સાગરીતને ઝડપી નર્મદા જીલ્લાની તથા મધ્યપ્રદેશ રાજ્યની મળી કુલ ૪ ચોરીઓ ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા.
શ્રી એમ.એસ.ભરાડા, ઇચા.પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા શ્રી પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક. નર્મદાનાઓઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ અનડીટેક્ટ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ
જે અનુસંધાને શ્રી એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓએ તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના દેવલીયા ખાતેથી બોલેરો પીકઅપ ગાડીની ચોરી થેયલ. જે અંગે તિલકવાડા પો.સ્ટે. એ-પાર્ટ નં. ૦૪૬૬/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ. આ ગુનાની તપાસ દરમ્યાન આ ગુનાના કામે જીલ્લામાં અગાઉ ચોરીના કામે નાસતો ફરતો આરોપી દિલીપભાઇ સરદાર બામણીયા રહે. અખાડા તા.કુક્ષી જી ઘાર (મધ્યપ્રદેશ) તથા દિનુ ઉર્ફે દિનેશભાઇ લક્ષ્મણભાઇ અજનારે રહે. ઢેલવાણી તા.કુક્ષી જી.ધાર (મધ્યપ્રદેશ) નાઓએ કરેલ હોવાની ટેક્નીકલ સર્વેલન્સ તથા અંગત બાતમીદારોથી હકીકત મેળવેલ. જેથી એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. પરશોતમભાઇ તથા અ.હે.કો. વિજયભાઇ તથા અ.હે.કો. અશોકભાઇ તથા અ.હે.કો. કૃષ્ણલાલ તથા અ.હે.કો. દુર્રેશભાઇના ઓને મધ્યપ્રદેશના ધાર જીલ્લામાં આરોપીઓની તપાસ અર્થે મોક્લવામાં આવ્યા. દરમ્યાન આરોપી દિલીપભાઇ સરદાર બામણીયાનાનો મળી આવતા તેને પકડી એલ.સી.બી. કચેરી ખાતે લાવી પુછપરછ કરતા અન્ય ચોરીઓ કરેલ હોવાની કબુલાત કરેલ છે.


