ગિરગઢડા
ભરત ગંગદેવ
રાજ્યભરના હાઇવે રસ્તાઓ ખુબ જ ગંભીર રીતે બિસ્માર હાલતમા આવેલ હોય જેની સિધી અસર ટ્રાન્સપોર્ટરો અને વાહન ચાલકોને પડી રહેવાના કારણે અનેક વિવિધ મુશ્કેલીઓના સામના સાથે ખુબ જ આર્થિક નુકશાની ભોગવી રહેલ હોય ત્યારે અકસ્માતોનું પ્રમાણ પણ ખુબ જ વધવા પામેલ હોય ત્યારે પ્રજા હિતમાં સરકાર સંવેદનશીલ બને રાજ્યભરના હાઇવે પરના મુખ્ય માર્ગોની યોગ્ય મરામત ન થઈ આવે ત્યાં સુધી ટોલ ટેક્સ વસૂલી બંધ કરવા આદેશ કરવો જોઈએ તેવી ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ અગ્રણી ભગુભાઈ વાળા દ્વારા માંગણી કરવામાં આવેલ છે ભગુભાઈ વાળાએ આ તકે વધુમાં જણાવેલ કે ખરાબ રસ્તાઓના કારણે એક બાજુ વાહન ચાલકોને ખુબ જ મોટુ આર્થિક નુકશાન વેઠવું પડે છે ત્યારે બીજી બાજુ બેરોકટોક ટોલ ટેક્સ વસુલાય રહેલ છે જે પ્રજા ઉપર પડયા ઉપર પાટુ સમાન હોય ત્યારે ટોલ ટેક્ષનાં ઉઘરાણા બંધ કરવા હાઇવે ઓથોરિટી દ્વારા આ મામલે ટોલ ટેક્સ ઓપરેટરો સાથે તાકીદની બેઠક યોજીને સત્વરે લોકહિત માં યોગ્ય કરવા સરકાર આગળ આવે તે આ તકે અત્યંત જરૂરી હોવાનું અખબારિ યાદીમાં જણાવેલ છે…


