Gujarat

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ મેઇન રોડ પર આવેલ રોકડીયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરાય.

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામ મેઇન રોડ પર આવેલ રોકડીયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી જેમાં હનુમાન ચાલીસા તેમજ પૂજા અર્ચના સહીત ના કાર્યક્રમ યોજાયા હતા. જેમાં બટુક ભોજન કરવાયું હતું.દર વર્ષે ની જેમ આ વર્ષે પણ બપોરે મહા આરતી તેમજ ચપ્પ્ન્ન ભોગ દાદા ને ધરાવેલ હતો. જેમાં આજુબાજુ દુકાનો માંથી મોટી સંખ્યા માં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.દિવસ ભર મંદિરે ભાવિકો નો ઘસારો જોવા મળતો હતો.રોકડીયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ ની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મંદિર ના પૂજારી દેવેન્દ્રભાઈ અગ્રાવત તેમજ નીખિલભાઈ ગુજરાતી.રજનીભાઈ ભાયાણી,બહાદુરસિંહ બારડ,ભરતભાઈ પરસાણા તેમજ સંભુભાઈ સહીત ના સેવકગણ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-
પંકજ ટીલાવત શાપર-વેરાવળ

1650177907733.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *