ગિરગઢડા
ભરત ગંગદેવ
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ગીર સોમનાથ દ્વારા ૧૧માં ખેલ મહાકુંભમા જિલ્લાકક્ષાની કબડ્ડી ઓપન એઇજ ભાઇઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન તા. ૦૫/૦૫/૨૦૨૨ ના રોજ જે.એસ.પરમાર કોલેજ, કોડીનાર ખાતે યોજાશે. જે સ્પર્ધાના કન્વીનર જયેશભાઇ મોરી મો.નં ૯૭૭૩૨૭૦૯૮૯ પર વધુ માહિતી માટે સંપર્ક કરવાનો રહેશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.


