Gujarat

     કોરોનાની સ્થિતિ સામાન્ય થતા આવતી કાલ થી ધોરણ 10 અને 12 ની બોર્ડની ઓફ લાઈન પરીક્ષા લેવાનાર છે,ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં 22501 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે.

 કોરોના કાળમાં ઓનલાઉન શિક્ષણ અને ઓનલાઇન પરીક્ષાઓ બાદ  આવતી કાલ થી ધોરણ 10 અને 12 ની બોર્ડની પૂર્વવત રાબેતા મુજબ ઓફ લાઈન પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે,ત્યારે વાત કરીએ  છોટાઉદેપુર જિલ્લાની તો છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ 10 ના 15198 ,ધોરણ 12 સામાન્ય પ્રવાહના 6069 અને વિજ્ઞાન પ્રવાહના 1234 મળી કુલ 22501 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે, પરીક્ષાને લઈ બોર્ડ દ્વારા  તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે,કુલ 28 કેન્દ્ર ઉપર CCTV થી સજ્જ એવા  777 બ્લોકમાં પરીક્ષા લેવાશે,ત્યારે ખુબજ ઓછા સમય માટે મળેલ ઓફ લાઈન શિક્ષણ માં શાળામાં અભ્યાસ ક્રમ તો પૂર્ણ કરી દેવાયો છે,પરંતુ પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓને ખૂબ ઓછો સમય મળ્યો છે,જોકે પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220327-182032_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *