Gujarat

ડોન રુઆ સ્કૂલ તણખલા ખાતે સ્કૂલ નો પહેલા વાર્ષિક દિનની  ઉજવણી કરવામાં આવી હતી

 આશાઉદય ટ્રસ્ટ દ્વારા સંચાલિત ડોન રુઆ સ્કૂલના ડાયરેક્ટર br. રમેશ દ્વારા  વાર્ષિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં તેઓ એ જણાવ્યું હતું કે તણખલા વિસ્તારની આ પહેલી ઈંગ્લીશ મીડીયમ સ્કુલની શરૂઆત 2021-22માં પહેલી જુલાઈમાં થઈ હતી. આ સ્કૂલનો સફર માત્ર 10 બાળકો સાથે શરૂ થયો હતો.જે સફર આજે 30 બાળકોના જીવન ઘડતર સુધી પહોંચ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોન બોસ્કો ડાકોરના રેક્ટર ફાદર પ્રવીણ, છોટા ઉદેપુર તાલુકાના TPEO અરવિંદભાઈ રાઠવા, ડોન બોસ્કો હાઈ સ્કૂલના પ્રિન્સીપાલ ઈશ્વર સર તેમજ આશા ઉદય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ,શિક્ષકો,અન્ય શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, તેમજ અન્ય મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અંતરિયાળ વિસ્તારના બાળકોને પણ ઈંગ્લીશ મેડિયામ સ્કૂલનો લાભ મળે અને બાળકોના જીવન ઘડતર પણ એક ઉમદા રીતે થઈ શકે એ ઉદેશ્ય સાથે આ વાર્ષિક દિન ધૂમ ધામ થી ઉજવવામાં આવ્યો જેમાં બાળકોએ વિવિધ ડાન્સ અને મ્યુઝિકલ પ્લે દ્વારા મન મોહી લીધું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220327-WA0075.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *