Gujarat

 કોરોના પછી લોકોને ઓક્સિજનની અછત અને તેની કિંમત સમજાણી છે.

  ગિરગઢડા તા 21
  ભરત ગંગદેવ.
 ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં પર્યાવરણ ક્ષેત્રે લોકો વધુ જાગૃત બને અને પોતાના ઘર આંગણે એક વૃક્ષ વાવી માવજત થકી ઉછેર કરે તેવા ઉમદા હેતુ થી વેરાવળ નગરપાલિકાના સહયોગ થી  લોહાણા મહાપરિષદ પર્યવરણ સમિતિ તેમજ  લોહાણા મહાજન વેરાવળના ઉપક્રમે સરકારી નર્સરી માંથી આશરે 5000 જેટલા વૃક્ષોના રોપાનું નિ શુલ્ક વિતરણ કરવા ના સંકલ્પ સાથે અનિષ રાચ્છ,   શૈલેષભાઈ એમ. રાયઠઠ્ઠા અને ડો. ઈશ્વર ડાકી સાહેબ ના અથાગ પ્રયાસથી તારીખ 20/06/22 થી સવારના 10:30 થી 12:00 સુધી દરરોજ (સ્ટોક હસે ત્યાં સુધી) ટાવર ચોકમાં નિશુલ્ક  વ્રુક્ષો ના રોપા વિતરણ કરવાનો પ્રારંભ કરાવા  ઝવેરીભાઇ ઠકરાર,   પિયુષભાઈ ફોફંડી,  વિક્રમભાઈ તન્ના, સીટી. પી. આઇ.  ઈશરાણી સાહેબ ના વરદ હસ્તે વિતરણ કરવાનો પ્રારંભ કરાવામાં આવ્યો હતો…
પર્યાવરણ પ્રત્યે વધુમાં વધુ લોકો જાગૃત બની પોતાના ઘર આંગણાને લીલુંછમ બનાવવા એક વ્રુક્ષ વાવિ તના જતન થકી વેરાવળ શહેર ને ગ્રીન વેરાવળ બનાવવા વેરાવળ નગરપાલિકા, શ્રી લોહાણા મહાજન વેરાવળ, તથા શ્રી લોહાણા મહાપરીષદ પર્યાવરણ સમિતિ ના અધ્યક્ષ કીરીટભાઇ ભિમાણી, સાથે પર્યવરણ પ્રેમીઓ દ્રારા શહેરીજનો ને વધુમાં વધુ લાભ લઇ વેરાવળ નગરને ગ્રીન વેરાવળ બનાવે તેવુ આહવાન કરવામાં આવેલ હોવાનું પર્યવરણ સમિતિ વતિ અનિષ રાચ્છ ની યાદી મા જણાવાયું હતું
Attachments area

IMG-20220620-WA0289.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *