વડોદરા
ક્રિકેટર હાર્દિક પંડ્યાના ભાઇ કૃણાલ પંડ્યાનું ઓફિયલ ટિ્વટર એકાઉન્ટ હેક થઇ ગયું હતું. હેકરે કૃણાલના એકાઉન્ટ પર પોસ્ટ મુકી હતી કે, બિટકોઇનના બદલે આ એકાઉન્ટ વેચાવાનું છે. ત્યાર બાદ પણ અન્ય ત્રણ-ચાર પોસ્ટ મુકી હતી. જાે કે બાદમાં કૃણાલના એકાઉન્ટ પરથી આ પોસ્ટ હટી ગઇ છે. આ અંગે કૃણાલે સોશિયલ મીડિયામાં કોઇ ખુલાસો કર્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, કૃણાલ પંડ્યા આઈપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતો હતો. જાે કે હાર્દિકે પણ અમદાવાદની ટીમ જાેઇન કરી લીધી હતી. બીજી તરફ કૃણાલને મુંબઇની ટીમે રિટેન્શન યાદીમાં સામેલ નથી કર્યો તેથી તેને પણ ઓક્શનમાં મુકવામાં આવ્યો છે.વડોદરાના ક્રિકેટર કૃણાલ પંડ્યાનું ટિ્વટર એકાઉન્ટ આજે સવારે હેક થઇ ગયું હતું. જેના પર સાઇબર અટેક કરનારે બિટકોઇન આપી આ એકાઉન્ટ વેચાવાનું છે તેવી પોસ્ટ કરી હતી. જાે કે બાદમાં આ એકાઉન્ટ પરથી આવી પોસ્ટ હટી ગઇ હતી.


