Gujarat

ક્વાંટ પોલીસ સ્ટેશન દ્વારા એન.ડી.પી.એસ નો લીલો તથા સુકો ગાંજો મળી કુલ ૧૭.૦૯૦ કીલો ગ્રામ ગાંજો કી.રૂ.૧,૭૦,૯૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો

શ્રી એમ.એસ. ભરાડા, 1/C પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ જિલ્લાના તમામ થાણા અમલદારશ્રીઓને નાર્કોટીકસ અને સાઇકોટ્રોફીક સબ સ્ટન્સ એક્ટ,૧૯૮૫ અંતર્ગત અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં ઇસમો ઉપર વોચ રાખી તેઓએ શોધી કાઢી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપેલ જે ખાધારે શ્રી એ.વી.કાટકડ,નાયબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર વિભાગ, છોટાઉદેપુરનાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ સી.એમ.ગામીત પોલીસ સબ ઇન્સ્પક્ટર, ક્વાંટ પોલીસ સ્ટેશન નાઓને ખાનગી બાતમી હકીકત મળેલ કે ક્વાંટ તાલુકાના નાનાવાંટા ગામે નિશાળ ફળિયામાં રેહેતા મનુભાઇ બલાડાભાઇ રાઠવા નાઓ પોતાના ખેતરમાં ગાંજાના છોડ ઉગાડેલ છે જે હકીકત આધારે છોટાઉદેપુર સર્કલ પો.ઇન્સ. ડી.જે પટેલ તથા પો.સ.ઇ. સીએમ ગામીત તથા પોલીસ સ્ટાફના માણસો સાથે રેડ કરતાં વનસ્પતિ જન્ય માદક પદાર્થના નાના મોટા છોડ કુલ-૪૪ વજન ૧૨,૦૮૦ કીલો ગ્રામ ગાંજો તથા સૂકો ગાંજો ૫૧ કિલો ગ્રામ મળી કુલ ૧૭,૦૯૦ કિલો ગ્રામ ગાંજો જેની કી ૧,૭૦,૯૦૦/- ના મુદ્દામાલ સાથે સદરી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કવાંટપોસ્ટે.૧૧૧૮૪૦૦૬૨૨૦૧૧૮/૨૦૨૨ NDPS એક્ટ ક્લમ 8(B),20(a)(i) મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે. આમ, ક્વાંટ પોલીસને એનડો.પી.એસ નો ગણનાપાત્ર કેશ શોધવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220128-WA0041_1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *