ખંભાળિયા
રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે ખંભાળિયા બ્રહ્મ મિત્ર મંડળ દ્વારા યોગહોલ ખાતે એક હજાર રાખડીનું પૂજન કરીને સરહદે જવાનોને મોકલવાનો વીર વંદના કાર્યક્રમ યોજાયો હતો.મોટી સંખ્યામાં બહેનોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બ્રહ્મ મિત્ર મંડળના પ્રમુખ વજુભાઇ વોરિયાએ સ્વાગત કર્યું હતું. જે પછી શાસ્ત્રી ભરતભાઇ શુક્લ દ્વારા પ્રાચીન સમયથી બલિરાજાથી ભગવાન વિષ્ણુને છોડાવવા રક્ષાબંધન કરેલું ત્યારથી ઇતિહાસ રજૂ કરીને શાસ્ત્રોક્ત વિધિથી દીપ,ફૂલ ચોખાથી ૧ હજાર રાખડીનું પૂજન બહેનો પાસે કરાવ્યું હતું તથા એડવોકેટ કમલભાઈ ત્રિવેદીની પુત્રી તથા પુનિતાબેન તથા કછટીયાબેન દ્વારા કાવ્ય વક્તવ્યો કરાયા હતા. જયારે સ્મશાનમાં કપરા કોરોનાં કાળમાં અદ્દભુત સેવા કરનાર જગાભાઈ સોલંકીનું તથા મૃતદેહો બિન વારસુના નિકાસ માટે નિઃસ્વાર્થ કામ કરતા રાજેન્દ્રસિંહ જાડેજાનું સન્માન થયું હતું. કાર્યક્રમમાં પૂર્વ આચાર્યો જે.કે. જાેશી, પ્રણવભાઈ શુક્લ તથા હિતેન્દ્રભાઈ આચાર્યએ વક્તવ્યો કર્યા હતા. તથા અંતમાં ઉત્તમભાઈ શુક્લએ રાષ્ટ્રગીત ગવડાવ્યું હતું. ગત વર્ષે પણ હજાર રાખડી સરહદે મોકલાઈ હતી. કાર્યક્રમનું સંચાલન વિનાયકભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.


