વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
જય ભારત સાથ ઉપરોકત વિષયે આપ સાહેબને જાણ કરવાની કે 57 ગામના તાલુકા મથક એવા ખાંભાને જોડતા અનેક રૂટો ડેપો મેનેજરો મનના તરંગ પ્રમાણે ચાલુ બંધ કરી ખાનગી વાહનોને લાભ કરાતો હોય તેમ
57 ગામના તાલુકા મથક એવા ખાંભામાં તાલુકાભરની એકમાત્ર હાઈસ્કૂલ આવેલી હોય આ હાઈસ્કૂલમાં તાલુકાભરના વિધાર્થીઓ અભ્યાસ કરવા આવે છે.
ખાંભા તાલુકા મથક ઉપર સરકારશ્રી દ્વારા કરોડોના ખર્ચ 25 વર્ષ પહેલા પૂર્ણકક્ષા નો એસ.ટી. ડેપો બનાવેલ પરંતુ અગમ્ય કારણોસર કે ઈચ્છા શકતીના અભાવે ખાંભાનો એસ.ટી.ડેપો ચાલુ કરાયેલ ન હોવાથી લાંબારૂટની એસ.ટી.બસોથી તાલુકાનાં મુસાફરો વંચિત રહે છે સાથે ખાંભા માથી પસાર થતી અમરેલી ST ડિવિઝન નીચે આવતા ડેપો મેનેજરો તથા અન્ય ડિવિઝન ના ડેપો મેનેજરો દ્વારા વરસોથી ચાલતા અને સારી આવક ધરાવતા એસ.ટી.ના રૂટો મનના તરંગ પ્રમાણે વહીવટ કરી ખાનગી વાહનોને લાભ કરાતો હોય તેમ કલમના ઝાટકે ચાલુ રૂટો બંધ કરી દેવામાં આવે છે.
1. સાવરકુંડલા ડેપોની વરસોથી ચાલતી અને કુંડલા થી 11.30 કલાકે ઉપડતી અને ખાંભા 12.30 કલાકે આવતી બસ કે જે બસમાં ભાવરડી – ડેડાણ – રાણીગપરા – સરાકડિયા – રાયડી – ત્રાકૂડા – નાના મોટા બારમાણ – ચોત્રાના વિધાર્થીઓને સ્કૂલ છૂટવા સમયે અને સમયસર પોતાના ગામ પહોચવામાં અનુકૂળ બસ કે જે બસ વિધાર્થીઓ સાથે છેક નાગેશ્રી જાફરાબાદના મુસાફરોને પણ સુવિધા જનક હતી તે બસ બંધ કરાતા વિધાર્થીઓ હેરાન પરેશાન થઈ જીવના જોખમે જો મળે તો છકડો-રીક્ષા-ટેમ્પોમાં મુસાફરી કરી પોતાના ગામ પહોચે છે અથવા અધવચ્ચે અભ્યાસ છોડવા મજબૂર બને છે.
2. વરસોથી ચાલતી અને જુનાગઢ-વિસાવદર-ધારીના મુસાફરોને ખાંભા થી જવાની એક માત્ર બસ સુવિધા હતી તે બસ રાજુલા – જુનાગઢ રાજુલા થી સવારે 5.30 કલાકે ઊપડતી બસ ખાંભા 6.30 આસપાસ પહોચતી હતી તેમાં ઉપરોકત ગામોના વિધાર્થીઑ સવારમાં ખાંભા હાઈસ્કૂલ સમયસર પહોચતા તે બસ બંધ કરતાં વિધાર્થીઑ સાથે મુસાફરો પણ હેરાન થાય છે.
3. ભાવનગર ડિવિઝનની વરસોથી ચાલતી અને સારી આવક ધરાવતી મુસાફરો થી ખચાખચ ભરેલી રહેતી બસ ગરીયાધાર ડેપો મેનેજર દ્વારા ગરીયાધાર-ઉના બસ ના સમયે જ ચાલતી ખાનગી બસના લાભાર્થે જાણે કે ચાલુ-બંધ કરાતી હોય આ ગરીયાધાર-ઉના બસ પણ કલમના ઝાટકે બંધ કરી દેવાતા-ભાવનગર-અમરેલી-ગિરસોમનાથ જિલ્લાને જોડતી વાયા ખાંભા બસમાં મુસાફરો પણ જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે.
4. કોડીનાર ડેપોની સવારે 10.30 કલાકે ઊપડતી કોડીનાર-જાફરાબાદ અમરેલી બસમાં પણ ભરચક મુસાફરો અને સારી આવક ધરાવતી બસ પણ બંધ કરી દેવામાં આવે છે આ બસ પણ ખાંભા નાનુડી ભાડ વાંકીયા જવામાં અનુકૂળ હતી તે પણ કોઈ કારણ વગર બંધ કરી દેવામાં આવી છે.
5. રાજુલા ડેપોની સાંજના સાત કલાકે ઊપડતી રાજુલા ખાંભા કે જે બસ ખાંભા નાઈટ કરતી તે બસમાં વાયા –સરોવડા-કંથારીયા-બારમણ-ડેડાણ બસ પણ ટ્રાફિક હોવા છતાં બંધ કરી દેવામાં આવેલ છે.
6. ખાંભાના ગીરબોર્ડરના ધાવડિયા-પીપળવા-તાતણિયા-ઉમરિયા-નાનુડીના વિધાર્થીઓને સવારે આવવાની અને બપોરે જવાની બસ પણ ન હોય આ રૂટ પર પણ બસ ચાલુ કરવી જરૂરી છે.
સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ કન્યાકેળવણી માટે વિધાર્થીનીઓના અભ્યાસ માટે જરૂરી બસ સેવા ચાલુ કરવા અને ચાલુ રાખવી ફરજિયાત હોવા છતાં વિધાર્થી/વિધાર્થીનીઓ અને મુસાફરોને અનુકૂળ ઉપરોકત એસટી બસ રૂટો ત્વરીત ચાલુ કરવા અમારી માંગણી ધ્યાને લેવા વિનંતી
ખાસ નોંધ – ખાંભાના દીવાનના સરાકડિયા – સાવરકુંડલાના ગીણીયા – બગોયા – ખાંભાના દાઢીયાળી ગામમાં એસટી બસસેવા વિધાર્થીઓને અપડાઉનમાં અનુકૂળ ન મળવાના કારણે વિધાર્થીઑ રિક્ષા માં જીવના જોખમે અભ્યાસ કરવા આવવું પડે છે. – ખાંભાના દીવાનના સરાકડિયા ગમે આઝાદી પછી એકપણ બસ પહોચી નથી.
વિધાર્થીઑ અને મુસાફરોના વ્યાપક હિત ખાતરની ઉપરોકત મુદાસરની રજૂઆત ધ્યાને લઈ તમામ ડિવિઝન અને તમામ ડેપો મેનેજરની ખાંભાના મુસાફરો અને વિધાર્થીઓનેપડતી હાલાકી દૂર કરવા અને બંધ કરેલ તમામ રૂટોકાયમી ચાલુ કરવા આદેશ કરવા અમારી માંગણી છે.
તેવુ જણાવ્યું હતું ભીખુભાઇ બાટાવાળા ની યાદી મા
