Gujarat

ખાંભા નજીક ખાનગી બસ પલ્ટી મારતાં અકસ્માત સર્જાતા 05 જેટલી 108 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી

આજે સવાર ના સાવરકુંડલા-ખાંભા રોડ એક ખાનગી બસ નો અકસ્માતનો કેસ મળેલ. આ અકસ્માતમાં માં 15-20 લોકો ને ઈજા થયેલ હોઈ તેવી માહિતી મળેલ આ કેસ મળતાની સાથે જ સાવરકુંડલા સિટી એક અને સાવરકુંડલાની સિટી 2 બંને 108  એમ્બ્યુલન્સ અને ખાંભા ની 108, વિજપડી 108 અને વંડા 108 ઘટના સ્થળ પર જવા નીકળેલ. ઘટના સ્થળ પર પહોંચી 108 દ્વારા 12 દર્દી ને સાવરકુંડલા અને ખાંભા ની હોસ્પિટલમાં ખસેડેલ.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 5 દર્દીઓને વધુ સારવાર માટે 108 દ્વારા ખાંભા હોસ્પિટલ થી રાજુલા અને સાવરકુંડલા હોસ્પિટલ ખસેડેલ અને બીજા 2 દર્દી ને વધુ સારવાર માટે સાવરકુંડલા થી અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
આ એક્સિડન્ટ માં કુલ પાંચ 108 દ્વારા યુદ્ધ ના ધોરણે કામગીરી કરી લોકો ના જીવ બચાવવા માં આવેલ.
ફરી એક વખત 108 દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવેલ.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220401-WA0064.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *