ઠેર ઠેર ખાડાથી વાહન ચાલકો પરેશાન..
ગિરગઢડા
ભરત ગંગદેવ
ખાંભા ખાડા નગરી બન્યું હોઈ એવા દ્રશ્યોે સામે આવ્યા છે વરસાદ બાદ ખાંભા શહેર નાં અને ખાંભા ને જોડતા અનેક મુખ્ય રોડ રસ્તાઓ નું ધોવાણ થઈ ગયું છે.
રાહદારીઓ અને વાહન ચાલકો ને ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે ગતિશીલ ગુજરાતના નારા વચ્ચે ખાંભા ના ઉબડ ખાબડ રસ્તા ની બિસ્માર હાલત ને કારણે લોકો ત્રાહિધમ પોકારી ઊઠયા છે
કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાત સરકારની ગ્રાન્ટમાંથી રોડ રસ્તાના કામો કર્યા છે પરંતુ નબળી કામગીરીને કારણે અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે ખાંભા ના રોડ-રસ્તાઓ એક વર્ષમાં ધોવાણ થઈ ગયા છે આ બાબતે વાહનચાલકો અને રાહદારીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા છે ખાંભા ના આંબરડી રાજુલા ખાંભા જોડતો માર્ગ હાલત બિસ્માર જોવા મળી રહી છે
જાણે કે માર્ગ પર સ્વિમિંગ પુલ બન્યા હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા
તેમજ શહેરના મુખ્ય રોડ પર બિસ્માર હાલતમાં થઈ ચૂક્યા છે આ બાબતે કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરી અને ફરીથી તાત્કાલિક તમામ રોડ ફરીથી રિપેર કરવા લોકોમાંથી માંગ ઉઠી રહી છે.


