Gujarat

ખેડામાંથી ૧.૯૪ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

નડિયાદ
ખેડા ટાઉન પોલીસે બાતમીના આધારે ખેડા તાલુકાના રઢુ ગામની સીમમાં બાબીયાની નળી વિસ્તારમાં છાપો માર્યો હતો. જ્યાં ઝાડી-ઝાંખરામાં છુપાવેલો મોટા પ્રમાણમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ પ્રકરણમાં ત્યાં હાજર હરપાલસિંહ દાનુભા રાવલ (રહે.રઢુ, તા.ખેડા)ની અટકાયત કરી છે. સાથે સાથે અહીંયાથી ઈંગ્લીશ દારૂની ૩૫૫ નંગ બોટલો કિંમત રૂપિયા ૧ લાખ ૯૪ હજાર ૧૦૦ તથા ઝડપાયેલા આરોપી પાસેથી બે મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧ લાખ ૯૯ હજાર ૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રઢુ ગામના દિલીપભાઈ કાળુભાઈ સોલંકી અને નરેન્દ્રસિંહ ઉર્ફે ટોલિયો ચિનુભાઈ ગોહિલે આ માલ મંગાવ્યો હતો. તેમજ આ દારૂનો જથ્થો પૂરો પાડનારા માતરના મનીષ મુકેશભાઈ જયસ્વાલનું આ પ્રકરણમાં નામ ખુલવા પામ્યું છે. આથી પોલીસે ચાર ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી દીધી છે.ખેડા જિલ્લામાં દારૂની બદીઓ વ્યાપક પ્રમાણમાં ફૂલીફાલી છે. ખેડા ટાઉન પોલીસે પોતાના હદ વિસ્તારમાંથી રૂપિયા ૧.૯૪ લાખના ઈંગ્લિશ દારૂ સાથે કુલ ચાર ઈસમો સામે પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો છે. જેમાંથી એક બૂટલેગરને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે માલ મંગાવનાર તથા આ દારૂનો જથ્થો પૂરો પાડનાર અન્ય ત્રણ ફરાર થયા છે.

1.94-lakh-worth-of-English-liquor-seized.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *