Gujarat

ગાંધીનગરની હોટલમાં ડ્રગ્સની ડીલીવરીના રેકેટનો પર્દાફાશ

ગાંધીનગર
અડાલજ ભાટ ટોલનાકા પાસે આવેલી ચૂલા ચિકન રેસ્ટોરન્ટમાં માદક પદાર્થનાં જથ્થાની જયકિશન ઠાકોર (શિવ એપાર્ટમેન્ટ, એસઆરપી ક્વાર્ટર્સ પાસે , કૃષ્ણનગર તથા ૧૭૪૫/બી /૩૧,પતરા વાળી ચાલી પ્રેમ દરવાજા) અને અંકિત રાજકુમાર ફૂલહારી (ગંગા એપાર્ટમેન્ટ, જીડી સ્કૂલ સામે, સેજપુર બોઘા તથા સેફાયર બંગલો, ન્યુ શાહીબાગ) સોનું નામના ઈસમ થકી ડીલીવરી કરવાના છે. જેનાં પગલે એટીએસનાં કાફલાએ ઉક્ત સ્થળે રેડ કરવામાં આવી હતી. ત્યારે ચૂલા ચિકન રેસ્ટોરન્ટમાં બે ઈસમોએ ખુરશી ઉપર બેઠા હતા. જેમને ચારે દિશામાંથી કોર્ડન કરીને ઘનિષ્ઠ પુછતાછ શરૂ કરી હતી. એટીએસની ટીમે તેઓની અંગ ઝડતી લેતા મોબાઈલ ફોન, રોકડ તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી. ત્યારે જય કિશન પાસે અમેઝોન લખેલું ખાખી બોક્સ પણ હતું. જેમાં નાની નાની ડબ્બીઓમા પીળા કલરનો ઘટ્ટ પદાર્થ તેમજ બીજી આછા ગુલાબી કલરની પ્લાસ્ટિકની થેલીમાંથી ૧-૧ બિસ્કીટ મળી આવ્યા હતા. જ્યારે અંકિત ફૂલહારી પાસેથી પણ કાળા કલરના ત્રણ લાડુ મળી આવ્યા હતા. આથી સ્થળ પર એફએસએલની ટીમને બોલાવીને ઉક્ત માદક પદાર્થનું પૃથક્કરણ કરવામાં આવતાં તેમાં “કેનાબીજ” ની હાજરી મળી આવી હતી. બાદમાં એટીએસની ટીમે બંનેની ધરપકડ કરી ૨૯૪ ગ્રામ વજનનો માદક પદાર્થોનો જથ્થો, મોબાઈલ ફોન, રોકડ મળીને કુલ રૂ. ૧ લાખ ૫૮ હજાર ૬૧૦ નો મુદામાલ જપ્ત કરી અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.ગાંધીનગરના ભાટ ટોલનાકા પાસે આવેલી ચૂલા ચિકન રેસ્ટોરન્ટમાં માદક પદાર્થની ડીલીવરીનું રેકેટ એટીએસની ટીમે દરોડો પાડીને ઝડપી લેવામાં આવ્યું છે. એટીએસ ની ટીમે ૪૧ હજારનો માદક પદાર્થનાં જથ્થો મળીને કુલ રૂ. ૧ લાખ ૫૮ હજાર ૬૧૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *