Gujarat

ગાંધીનગરમાં પૌત્રના મૃત્યુ બાદ દાદીને પણ હાર્ટએટેક આવતા મોત

ગાંધીનગર
પાટનગર ગાંધીનગરમા રહેતા પરિવારે જુવાનજાેધ દિકરો ગુમાવ્યાના થોડા જ કલાકોમા દાદીનુ અવસાન થયુ હતુ. મુંબઇમા નાના દિકરાના ઘરે રહેવા ગયેલી ૭૨ વર્ષિય વૃદ્ધાને ગાંધીનગરમા રહેતા મોટા દિકરાના દિકરા અને દાદીના પૌત્રનુ અકસ્માતમા મોત થયુ હતુ. આ બનાવની જાણ મુંબઇમા કરવામા આવી હતી. જેને લઇને દાદી ગાંધીનગર આવ્યા હતા અને પૌત્રનુ મોઢુ જાેયા બાદ એટેક આવતાં તેમનું અવસાન થયું હતુ. શહેરમાં સેક્ટર ૨૨ વાસ્તુ નિર્માણ સોસાયટીના પ્લોટ નંબર ૭૪૭/૫મા રહેતા કિશન ઓમકારભાઇ ખેરનારના ૧૮ વર્ષિય દિકરા પૃથ્વીનુ ગઇકાલે ચ૬ સર્કલ પાસે એક્ટીવા સ્લીપ ખાઇ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ તેનુ મોત થયુ હતુ. આ બનાવની જાણ પરિવારજનોએ તેમના સગા સબંધીઓને કરી હતી. જેમા મુંબઇમા રહેતા પૃથ્વીના કાકાને પણ કરવામા આવી હતી. બે મહિના પહેલા ગાંધીનગરથી મુંબઇ નાના દિકરાના ઘરે રહેવા ગયેલા ૭૨ વર્ષિય લીલાબેન ઓમકારભાઇ ખેરનારને પણ તેમના પૌત્રના અવસાનના સમાચાર આપ્યા હતા.જેને લઇને મૃતક પૃથ્વીના દાદી લીલાબેન નાના દિકરા સાથે ગાંધીનગર સવારે પહોંચ્યા હતા. પરિવાર શોકમગ્ન હતો અને દાદીનો લાડકો પૃથ્વી આ દુનિયા છોડી ગયો હતો. પોતાના પૌત્રનુ આ રીતે દાદીને ગમ્યુ ન હતુ. પૌત્રનો આઘાત દાદી જીરવી નહિ શકતા તેનુ મોઢુ જાેયા પછી દાદી પણ મોતને ભેટ્યા હતા. ત્યારે સેક્ટર ૨૨માંથી દાદી અને પૌત્રની અંતિમ યાત્રા એક સાથે કાઢવામા આવતા સ્થાનિકોમાં આસુની ધારાઓ વહેલા લાગી હતી. ઉલ્લેખનિય છેકે, આશરે દોઢ વર્ષ પહેલા સેક્ટર ૨૪મા પતિની રાખ પણ ઠંડી થઇ ન હતી અને પત્નિ આઘાતમા અવસાન પામ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *