Gujarat

ગીરગઢડાના ઉગમણા પડા ગામે આંગણવાડી કેન્દ્રના રૂમના સ્લેબ ઉપરથી પાણી ટપકી રહ્યુ છે.

ઊના – ગીરગઢડાના ઉગમણા પડા ગામે આંગણવાડી કેન્દ્ર રૂમના સ્લેબ ઉપરથી વરસાદનું પાણી પડી રહ્યુ છે. તેમજ બહારના ભાગે પાણી ભરાતા બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થતી હોય આ બાબતે તાત્કાલીક સ્લેબનું રીપેરીંગ કામ કરાવવા ગ્રામજનોની માંગણી ઉઠેલ છે.

ગીરગઢડાના ઉગમણા પડા ગામે આવેલ આંગણવાડી કેન્દ્રમાં મોટીસંખ્યામાં બાળકો આવતા હોય છે. ત્યારે આંગણવાડી રૂમના સ્લેબ ઉપરથી વરસાદનું પાણી ટપકતુ હોવાથી બાળકોને ભારે હાલાકી ભોગવી પડે છે. તેમજ આંગણવાડી કેન્દ્રની ફરતે પાણીના ખાબોચ્યુ ભરાયેલ જોવા મળી રહ્યાં છે. હાલ ચોમાસામાં વરસાદના પાણી ભરાઇ જતાં હોવાના કારણે બાળકોને રૂમમાં કેવી રીતે ચાલીને અંદર પ્રવેશ કરવો તે ભારે મુશ્કેલ બની ગયેલ છે. તેમ છતાં તંત્ર દ્રારા કોઇ કામગીરી કરવામાં આવતી નથી. હાલ ચોમાસાની સીઝન હોય ભારે વરસાદના લીધે કેન્દ્રની ફરતે આજુબાજુ પાણી ભરાયેલ હોવાથી તેમાં જીવજંતુઓનો ભય તેમજ બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડવાની સંભાવના સેવાય રહી છે. અને કેન્દ્રમાં વાલીઓ બાળકોને મુકવા આવે ત્યારે ક્યાંથી ચાલવુ અને રૂમ સુધી અંદર કેવી રીતે પહોચાડવા તે ભારે મુશ્કેલ બની ગયુ છે. આ બાબતે આંગણવાડીના બાળકોના હિતમાં તાત્કાલીક રૂમ ઉપરના સ્બેલને તાત્કાલીક રીપેરીંગ તેમજ બહારના ભાગે પાણી ભરાતુ હોય ત્યાં માટી નાખી ભરતી કરવામાં આવે તો બાળકો સહેલાઇથી કેન્દ્રના અંદર પ્રવેશ કરી શકે છે. તેવી વાલીઓ ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે.

ગીરગઢડાના-ઉગમણા-પડા-ગામે-આંગણવાડી-કેન્દ્રના-રૂમના-સ્લેબ-ઉપરથી-પાણી-ટપકી-રહ્યુ-છે-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *