Gujarat

ગીરગઢડાના સનવાવમાં સરકારી જમીન માંથી લાખો રૂપિયાની ખનીજ માટી ચોરીની રાવ

ઊના – ગીરગઢડા તાલુકાના સનવાવ ગામે આવેલ સરકારી જમીનમાંથી ખનીજ ચોરો દ્રારા ગે.કા. ખનીજ માટી ચોરી કરી બારોબાર વહેચી મારી લાખો રૂપિયાનું કોભાંડ આચવામાં આવતુ હોય આ બાબતે યોગ્ય તપાસ કરી ખનીજ માટી ચોરી કરનાર સામે કાર્યવાહી કરવા સનવાવ ગ્રામ પંચાયતએ ગીરસોમનાથ જીલ્લા કલેક્ટરને સંબોધી મામલતદારને લેખિત રજુઆત કરી હતી.

સનવાવ ગામે સર્વે નં.૧૦૦/પૈ. ૫ અને ૧૦૦ પૈ.૬ સરકારી જમીનમાં અજાણ્યા શખ્સો દ્રારા કબ્જો કરી જમીન માંથી આશરે ૨૦ વિઘા જમીન માંથી ૪ ફુટ ઉંડો ખાડો ખોદી ખનીજ માટી ચોરી કરી લાખો રૂપિયાની માટી કાઢી આજુબાજુના ખેતરોમાં વેચી નાખેલ હોય આમ સરકારી જમીનમાંથી અજાણ્યા શખ્સોએ લાખો ટન ખનીજ માટીની ચોરી કરવામાં આવેલ આ બાબતે સનવાવ ગ્રામ પંચાયત દ્રારા જીલ્લા કલેક્ટરને રજુઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *