સિંચાઈ યોજના અંતર્ગત ડીઝાઇન બનાવી વહિવટી તેમજ તાંત્રિક મંજુરી આપવામાં આવી.
ઊના – ઊના ગીરગઢડા પંથકમાં આવેલા ગીર જંગલ બોર્ડરનાં વિસ્તાર માંથી પસાર થતી અનેક નદીઓનાં ચોમાસામાં પડતાં ભારે વરસાદનાં પાણી મચ્છુનદી મારફતે સીધા દરીયાઇ સીમામાં જતાં રહેતાં હોવાનાં કારણે નદી નાળા તળાવ ઉનાળા દરમિયાન સુકાઈ જવાનાં કારણે કંઠાળ વિસ્તારના ગામોમાં પાણીની સમસ્યા સર્જાય છે. અને સિંચાઈ યોજના અંતર્ગત આવતી ખેતી કરવા મુશ્કેલી અનુભવી પડતી આ ઉપરાંત દરીયાઇ ખારાશ વધવાનાં કારણે માનવીના આરોગ્યને પણ નુક્શાન પહોંચતું હોય આવી તમામ સમસ્યાને હલ કરવા અને પાણી સગ્રહ કરવાં ઝુડવડલી પાસે આવેલા તળાવો ઉપર વિયર રિચાર્જ ડેમ બાંધવાની યોજના મુકવા માંગણી એક દાયકા થી ઊના તાલુકાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા રાજ્ય સરકારનાં જળ સંપત્તિ પાણી પુરવઠા કલ્પસર વિભાગ સહિતના રાજ્ય સરકારના લાગતાં વળગતા અધિકારીઓ ને 2013 નાં વર્ષ થીં રજુઆત કરીને ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાનાં ઝુડવડલી ગામ નજીક પીક અપ વિયર રિચાર્જ સ્કીમ સુચિત કરવા અને લેટ લોગ 20,53,57,-70,59,55 એરીયા મુજબ કરવા સતત પ્રયત્ન કરતાં આખરે વર્ષ 2021/22 માં સફળતા પ્રાપ્ત થતાં ઝુડવડલી નજીક 3516,50લાખ નાં ખર્ચે ચેક ડેમ બાંધવાની મંજુરી આપવા આવતાં આવનારાં દિવસોમાં આ પંથકમાં રમણીયાળુ વાતાવરણ જોવાં મળશે અને પાણી સગંહ સાથે ખેડુતોને પણ મોટો ફાયદા સાથે દરીયાઇ કંઠાળ વિસ્તારમાં પાણીની સમસ્યા દુર થશે ક્ષાર પર નિયંત્રણ મેળવી શકાય છે.
અગાઉ આ યોજના પહેલાં સીરીઝ ઓફ ચેકડેમ કરવાં નાં હેતું થી ત્રણ ચેક ડેમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેણ ચેક ડેમ નું કામ પુર્ણ થતાં જુડવડલી 1તથા2 સુચિત પિક અપ વિયર ઉપર વાસ માં આવેલ હોવાથી આયોજન પડતું મુકાતાં ધારાસભ્ય પુંજાભાઈ વંશ એ સતત પ્રયત્ન કરતાં અને એક દાયકા સુધી લડત આપી ક્ષેત્રીય કક્ષાએ રજૂઆત કરી ઝુડવડલી ½ બન્ને જગ્યા એ ચેકડેમ ની જગ્યા ગેટેડ વિયર રિચાર્જ બનાવવાં માં આવેતો પાણી નો મોટો સંગ્રહ કરી શકાય અને આ પાણી સગંહ થવાથી જમીનમાં પાણી તળ ઉંચા આવવાથી સિંચાઈ તથા લોકોની પીવાના પાણી સમસ્યાનું મોટાભાગના વિસ્તારોમાં નિરાકરણ લાવી શકાય તેવી ધારાસભ્ય પુંજાભાઈ વંશની માંગણીને ધ્યાને લઇ સી ડી ઓ ગાંધીનગર દ્વારા આ યોજનાને મધ્યમ સિંચાઈ યોજના અંતર્ગત ગણતરી કરીને સ્પીલ વેની ડીઝાઇન કરવામાં આવી જે મુજબ સુચિત યોજનાનો સ્પીલને ઓઞી કોકીએ ગ્રેવીટી રાખીને પીયર લંબાઈ 136.57મીટરનાં બાર વર્ટીકલ લીફ દરવાજા ૯.૧૪૪ મીટર * ૫.૧૫ મીટર રાખવા નક્કી કરાયેલ છે. સ્પીલ વે મથાળાનું લેવલ ૩૮.૦૦ મીટર છે. આમ આ વિયર ચેક ડેમ સ્ટોરેજ કેપેસીટી ૧.૪૫ એમ સી એમ ૫૧.૧૩૦ એમ સી એફ ટી મુજબ બનાવવા વહીવટી મંજુરી પત્ર રૂ. ૩૫૧૬.૫૦ લાખની આપવામાં આવેલ છે. સમગ્ર વિયર ડેમની તાંત્રિક મંજુર આપવામાં આવેલ છે. ડીટીપી બનાવીને સરકાર કક્ષાએથી મંજુર પ્રક્રિયા હાથ ધરવમાં આવેલ છે. આમ આ ડેમ બનવાથી ગીર પંથકના વરસાદના પાણી મચ્છુન્દ્રી નદી મારફતે દરીયામાં વહી જતાં હોય તે અટકી જશે અને ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મીઠા પાણીનો સંગ્રહ થવાના કારણે ખેડૂતોને ખેતી ઉત્પ્રાદન બારે માસ મળી રહે અને સિંચાઇનો લાભ પણ ખેડૂતને મળશે પાણીના તળ ઉંચા આવશે અને પીવાના પાણીની સમસ્યા પણ દૂર થશે અને દરીયાની ખારાસ આગળ આવતી અટકશે. ક્ષારનું પ્રમાણ પણ અટકવાથી ગંભીર રોગનું પ્રમાણ પણ અટકાવી શકાશે વર્ષો જુની માંગણી અને ધારાસભ્ય પુંજાભાઇ વંશની એક દાયકાથી આ ડેમ માટેની સફળતા મળતા આ વિસ્તારમાં હવે ચારે તરફ હરીયાળી સર્જાશે.
