Gujarat

ગીર જંગલ પંથકમાં અનરાધાર વરસાદ …

 ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર ગઢડા છેલ્લા 12.કલાકમાં.219.મી.મી વરસાદ પડતાં જયા જોવો ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું હતું.વાહનવ્યવહાર ખોરવાયો તાલુકાના અનેક રસ્તાઓ બંધ થયા હતા
રૂપેણ મચ્છુન્દ્રી શાહી માલણ અને રાવલ નદીમાં પુર
ગીર ગઢડા ઉમેદપરા અને ફરેડા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા
ગીર ગઢડા થી હરમડીયા રોડ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો હતો
ગીર ગઢડા તાલુકાનું નગડીયા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું
ગીર ગઢડા થી ધોકડવા સહિત તાલુકા ને જોડતા દ્વોણેશ્વર પુલ પર મચ્છુન્દ્રી નદી નું અને શાહી નદી નું માર્ગ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો હતો
અનેક ગામડાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા
ખેડૂતોનાં ખેતરમાં પાણી ભરાયાં હતાં
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગતરાત્રિથી ગીર સોમનાથ જિલ્લાના અને ગીર જંગલ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ઠંડા પવન સાથે ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું, જે સવારથી પણ ધીમી ધારે વરસી રહ્યો છે. જિલ્લામાં રાત્રિથી લઈ સવાર સુધીમાં સૌથી વધુ ગીર-ગઢડામાં 5 ઈંચ.વરસાદ વરસી ગયો છે. આજના ભારે વરસાદને પગલે ગીર-ગઢડાની રૂપેણ સહિતની નદીઓમાં ઘોડાપૂર આવતાં ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકે જોડતા અનેક રસ્તાઓ અને પુલો પર પૂરના પાણી ફરી વળેલા નજરે પડ્યા હતા.
 ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ ગઈકાલ થી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી મુજબ ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. એ મુજબ જિલ્લામાં ભારે વરસાદ વરસવાની પૂરતી શક્યતા હોવાથી તંત્ર અને લોકોએ સાવચેત રહેવા જણાવ્યું છે, જે આગાહી મહદંશે સાચી ઠરી રહી હોય એમ ગતરાત્રિથી ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાવવાની સાથે ઘટાટોપ વાદળો બંધાયાં બાદ છએય તાલુકાઓમાં  વારાફરતી ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ થયો હતો. આખી રાત દરમિયાન ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારનો વરસાદ અવિરત વરસ્યા બાદ સવારથી પણ સૂર્ય નારાયણની ગેરહાજરી વચ્ચે મેઘાવી માહોલમાં સતત વરસાદ વરસી રહ્યો છે.
દ્રોણેશ્વર ડેમ ફરી છલકાયો
આજના ભારે વરસાદને પગલે પંથકનાં ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. ભરપૂર પાણીની આવકને પગલે પંથકના સણોસરી ગામનું શ્યામ સુંદર તળાવ અને મછુન્દ્રી નદીમાં પૂરના પગલે પ્રખ્યાત દ્રોણેશ્વર ડેમ ફરી છલકાઈ ગયો હતો. તો ગીર-ગઢડા ગીર જંગલની નજીક આવેલું હોવાથી જંગલ વિસ્તારમાં પણ અવિરત ભારે વરસાદ વરસી રહ્યો હોવાનું ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે. છેલ્લા તેર દિવસ થી ગિરગઢડા ની જનતા યે સૂરજ નારાયણ ના દર્શન કર્યા નથી અવિરત ધીમી ધારે વરસાદ ચાલુંજ છે ડુંગરો. અને ખેતરો માં થી નિરપાણી. વેહતા જોવા મળી રહ્યા છે…
 હજી તો સોમસું બેઠું છે. હજી ત્રણ માસ તો બાકી છે. છેલ્લા તેરદીવસ થી પડી રહેલા વરસાદ થી મોસમનો. એવરેજ ૬૬% વરસાદ પડી ગયો છે. તો પાછળ ના ત્રણ મહિના માં શું થશે. તે અત્યારે ધરતીપુત્ર માટે ચિંતા વિષય બની ગયો છે.

IMG-20220713-WA0337.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *