Gujarat

ગીર સોમનાથ ચાઇલ્ડ લાઇન ટીમ દ્વારા વેરાવળ ખાતે અલગ અલગ ઝુપડપટી વિસ્તારોમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

ગિરગઢડા
   ભરત ગંગદેવ.
  તારીખ 26/1/2022 ના રોજ ચાઇલ્ડ લાઇન ગીરસોમનાથ ટીમ દ્વારા વેરાવળ શહેરની અંદર આવેલા અલગ અલગ ઝુપડપટી વિસ્તારોમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમા બાળકોને બિસ્કીટ,માસ્ક, હાથ ધોવાના સાબુ, હેન્ડ સેની ટાઇઝર નું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે બાળકોને આઝાદી પર્વ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી તેમજ કોરોના મહામારીમાં કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ તેમજ સામાજીક દૂરી તેમજ કોરોના વાયરસ વિશે માહિતી આપવામાં આવી હતી…….
        ગીરસોમનાથ જિલ્લામાં સાડા ત્રણ વર્ષથી ચાઇલ્ડ લાઇન-1098 હેલ્પલાઈન સેવા કાર્યરત છે જે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નેજાં હેઠળ આ સેવા સમગ્ર દેશમાં કાર્યરત છે. જેમા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતાં બાળકો માટે ચાઇલ્ડ 24 કલાક 7 દિવસ કાર્યરત છે.
        ગીર સોમનાથ જિલ્લામાં ગીર પછાત જાતિ વિકાસ સેવા સમિતિના ઉપક્રમે આ બાળકો માટેની હેલ્પલાઇન 1098 સેવા કાર્યરત છે જેના પ્રમુખ શ્રી દેવજી ભાઇ માકડીયા છે જેઓ છેલ્લા બે દાયકાથી સેવાના કામો સાથે જોડાયેલા છે. અને અવાર નવાર જનજાગૃતિના કાર્યક્રમો કરે છે

IMG-20220126-WA0755.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *