Gujarat

ગીર સોમનાથ જિલ્લામાં ફ્રન્ટલાઈન વર્કર્સ અને  ૬૦+ લોકોને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત પ્રથમ દિવસે ૧૦૨૩ પ્રિકોશન ડોઝ અપાયા  

ગિરગઢડા
ભરત ગંગદેવ
 ગીર સોમનાથ જિલ્લામાં ફ્રન્ટલાઈન વર્કર્સ અને ૬૦+ ઉમરના લોકોને ને પ્રિકોશન ડોઝનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.  આ રસી પ્રથમ અને બીજા ડોઝના વેકસીનેશન બાદ અગમચેતીના ભાગરૂપે આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે, આ ડોઝ કોરોનાની સંભવિત ત્રીજી લહેર પૂર્વે આરોગ્ય કર્મીઓને સુરક્ષાકવચ પૂરું પાડવા માટે આપવામાં આવી રહ્યો છે.
આરોગ્યકર્મીઓને માટે તેનું આઈડી કાર્ડ તથા આધાર રેકોર્ડ વેરિફાય કરીને જ પ્રિકોસન ડોઝ આપવામાં આવી રહ્યો છે. જે તે વ્યક્તિ ને તેમણે લીધેલ વેક્સીનનો જ ત્રીજો ડોઝ પ્રિકોશન રૂપે આપવામાં આવે છે. એટલે કે, જેમને કોવિશિલ્ડના બંને ડોઝ લીધેલ છે, તે વ્યકતિને કોવિશિલ્ડનો જ પ્રિકોશન ડોઝ આપવામાં આવે છે. ઉપરાંત જો કોઈ આરોગ્યકર્મી કોવિડ પોઝિટિવ હોય તો તે દર્દીને તેમનો રિપોર્ટ નેગેટિવ થયા બાદ 3 મહિના બાદ જ પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.

IMG-20220110-WA0533.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *