ગિરગઢડા
ભરત ગંગદેવ…
શિક્ષણ ક્ષેત્રના હિમાયતી, અનેક એવોર્ડ વિજેતા શ્રી ગિજુભાઈ ભરાડ એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વરની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં. સર્વ પ્રથમ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શન કરાવી હરિદર્શન સ્વામીએ પ્રસાદીનો હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. સાથે સાથે સંસ્થા પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ સંસ્થાના ઉપાધ્યક્ષ પુજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીજી ને મળી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સંસ્થાની અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ જાણી ગીજુભાઈ એ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.


