Gujarat

પ્રાચી તીર્થ ખાતે શ્રી કોળી સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા ૧૩મો સમૂહ લગ્ન ઉત્સવ નિમિત્તે મિટીંગ મળી… અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી..  

 ગિરગઢડા
   ભરત ગંગદેવ…
પ્રાચી તીર્થ… પ્રાચી તીર્થ ખાતે શ્રી કોળી સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ  કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા ૧૩મો સમૂહ લગ્ન ઉત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે  માધવરાયજી ભગવાન ના સાનિધ્યમાં યોજનાર ૧૩મો સમૂહ લગ્ન ઉત્સવ ના આયોજન માટે સમૂહ લગ્ન સમિતિ ની બેઠક આજે કોળી સમાજ ભવન માં મળી હતી જેમાં સવંત 2078 ના વૈશાખ વદ ૧૦ ને બુધવાર તારીખ 25/5/2022 ના રોજ પ્રાચી તીર્થ મુકામે કરવામાં આવેલ છે. જેમાં સમાજ માં સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, તથા સમૂહ લગ્નમાં વધુમાં વધુ સમાજના દિકરા દિકરીઓને જોડાય તે માટે ચર્ચા વિચારણાઓ કરવામાં આવશે તેમજ વ્યક્તિગત લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ બંધ કરીને આ પૈસા શિક્ષણ અને પરિવાર ના વિકાસ માં વાપરવા તેમજ સમાજમાંથી અંધશ્રધ્ધા દૂર કરવી, વ્યસન મુક્ત સહિતના મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી જે માં પાઘેશ્વરી આશ્રમ ઉપવાસી મહંત શ્રી કરશનદાસ બાપુ ખાસ હાજરી આપી હતી તેમજ બહોળી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220511-WA0481.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *