Gujarat

ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની કરાર આધારીત ભરતી માટે સરકારે નવો પરિપત્ર જાહેર કર્યો

પાટણ
ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની કરાર આધારીત ભરતી માટે સરકારે નવો પરિપત્ર જાહેર કર્યો છે. અગાઉ યુનિવર્સિટીમાં કરાર આધારીત ૧૧ જેટલા અધ્યાપકોની ભરતીના કવર ખોલવામાં આવ્યા ન હતા જેની પ્રક્રિયા આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. જેમાં જે-તે યુનિવર્સિટીઓને કરાર આધારીત ભરતી કરવા માટે સત્તા આપવામાં આવી છે. જે અનુસંધાને પાટણ યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની ૧૧ માસના કરાર આધારીત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સહિત ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી કરવા માટે સરકારના અગાઉના પરિપત્ર મુજબ સરકારની મંજૂરી લેવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો ત્યારે યુનિવર્સિટીના કુલપતિઓ દ્વારા આ ઠરાવનો વિરોધ કરવામાં આવતા સરકારે ૩ નવેમ્બર ૨૦૨૧માં કરેલ પરિપત્રને રદ કર્યો હતો અને તા.૧૬/૫/૨૦૨૨ ના રોજ કરાર આધારીત ભરતી કરવા માટે જે તે યુનિવર્સિટીઓને સત્તા આપવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસંધાને પાટણ યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીના મેથેમેટીપ્સ, કેમેસ્ટ્રી, એમએસસી આઇટી, એમબીએ, આર્કીટેકચર, ફીઝીકલ એજયુકેશન, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, લેબ ટેકનીશીયન સહિતના વિવિધ વિભાગોમાં ૧૧ માસના કરાર આધારીત ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત યુજીસીની ગાઇડલાઇન મુજબ બીન શૈક્ષણિક સ્ટાફની ૧૧ માસના કરાર આધારીત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું રજીસ્ટ્રાર આર.એન. દેસાઇએ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *