Gujarat

ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટ એક્સઇની એન્ટ્રી થઈ ગઈ

અમદાવાદ
મુંબઇથી ફ્લાઇટ મારફતે વડોદરા આવેલ ૬૭ વર્ષીય પુરુષ વ્યક્તિનું સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યું હતુ. આઇ.સી.એમ.આર.ની ગાઇડલાઇન પ્રમાણે સેમ્પલને ટેસ્ટીંગ માટે જીનોમ સિકવ્ન્સીંગ લેબ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યું હતુ. જેનો ગઇ કાલ રાત્રે રિપોર્ટ આવતા આ સેમ્પલ ટેસ્ટીંગ રીપોર્ટ પોઝીટીવ જણાઇ આવ્યો છે. આ દર્દીના કોરોના ટેસ્ટીંગ સેમ્પલમાં એક્ષઇ વેરિયન્ટસના જીનોમ સિકવન્સ મળી આવ્યા છે. આમ ગુજરાતમાં એક્ષઇ વેરિયન્ટસના જીનોમ સિકવન્સ વાળા કોરોનાગ્રસ્ત દર્દીનો પ્રથમ કેસ નોંધાયો છે. દર્દીની આરોગ્ય તપાસ અર્થે અન્ય રીપોર્ટસ કરતા દર્દી કોમોર્બિડ હોવાનું પણ જણાઇ આવ્યું છે.દર્દીના સંપર્કમાં આવેલ ત્રણ વ્યક્તિઓના કોરોના ટેસ્ટીંગ કરવામાં આવતા તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.હાલ આ કોરોનાગ્રસ્ત દર્દી મુંબઇ ખાતે છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દી સાથે ટેલિફોનિક સંવાદ કરીને સ્વાસ્થ્ય સ્થિતિ પૂછતા દર્દીની હાલત સંપૂર્ણ પણે સ્થિર હોવાનું જણાઇ આવેલ છે.આરોગ્ય વિભાગ દ્વારા પ્રિકોશનના ભાગ રૂપે વડોદરાના સ્થાનિક વિસ્તારમાં કોવિડ ગાઇડલાઇન અનુસાર નિયત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારતમાં ત્રીજી લહેરનું કારણ ઓમિક્રોન હતું. “એક્ષઇ’ પણ ઓમિક્રોનનું જ વર્ઝન છે. સંક્રમણની નવી લહેર હંમેશા નવા વેરિયન્ટને કારણે આવે છે. સીરો સરવે જણાવે છે કે ભારતની ૯૦ ટકા વસતી સંક્રમિત થઇ ચૂકી છે. એવામાં ફરીવાર સંક્રમણની આશંકા ખૂબ જ ઓછી છે. બીજી બાજુ ચીનમાં પહેલાં ખૂબ જ ઓછા લોકોને ચેપ લાગ્યો હતો, એટલા માટે હવે ત્યાં ચેપ વધી રહ્યો છે. અમુક લોકો ચેપગ્રસ્ત થઈ શકે છે પણ અત્યાર સુધી જે વૈશ્વિક પુરાવા મળ્યા છે તેના આધારે સ્પષ્ટ રીતે કહી શકાય કે આ વેરિયન્ટને કારણે દુનિયાભરમાં અત્યાર સુધી મૃત્યુ મામલે નોટિસમાં નથી આવ્યા. ૫૦ ગણું વધુ ચેપી હોય તોપણ શું ફેર પડે છે. કેમ કે હવે ભારતમાં લોકોના શરીરની અંદર ચેપ સામે લડવાની ક્ષમતા પેદા થઇ ચૂકી છે. લોકોને ખબર પણ નહીં પડે અને શરીરની અંદર એન્ટિબોડી પોતાનું કામ કરી વાઈરસનો અંત લાવી દેશે.ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટ એક્ષઇની એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક પુરૂષ દર્દીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરના આરોગ્ય તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ઘરવામાં આવી છે. તે ઉપરાંત દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.મુંબઈથી આવેલા યુવકમાં કોરોનાના નવા વેરિયન્ટના લક્ષણો જાેવા મળ્યા હતાં. તે મુંબઈથી આવ્યા બાદ હોટેલમાં રોકાયો હતો. તેણે તાવના લક્ષણો જાેવા મળતાં ખાનગી લેબમાં રિપોર્ટ કરાવ્યો હતો. આ ઘટના ૪ માર્ચની છે. યુવકનો રીપોર્ટ એક્ષઇ પોઝિટિવ આવ્યો છે જ્યારે તેની પત્નીનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલ બંને ક્યાં છે તેનાથી તંત્ર અજાણ હોવાનું જાણવા મળ્યું છે. હાલ આરોગ્ય વિભાગમાં દર્દીને શોધવા દોડધામ થઈ રહી છે.

A-new-variant-of-the-Corona-has-entered-the-XE.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *