Gujarat

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા સ્ટેમ ક્વિઝ સ્પર્ધા યોજાશે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરીંગ અને ગણિત (STEM) ક્ષેત્રે જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય તેવા આશયથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ધો.૯ થી ધો.૧૨માં અભ્યાસ કરતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ માટે સ્ટેમ ક્વિઝ સ્પર્ધા ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી સાયન્સ સીટી અમદાવાદ ખાતે યોજવામાં આવશે. આ સ્પર્ધા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં હશે. આ ક્વિઝમાં કોઈપણ બોર્ડના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. રજિસ્ટ્રેશન વિનામૂલ્યે થશે. આ ક્વિઝમાં હાલના વિકાસ અને વલણો પર આધારિત પ્રશ્નો હશે. આ સ્પર્ધામાં બાર્ક, ડીઆરડીઓ અને ઈસરો જેવી સંસ્થાની મુલાકાત સાથે બે કરોડ જેવી માતબર રકમના ઇનામની સાથે ભાગ લેનારને ઇ-સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.

આ સ્પર્ધામાં સામેલ થવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. વિદ્યાર્થીઓ દ્વારા પોતાના મોબાઈલથી રજિસ્ટ્રેશન https://stemquiz.gujarat.gov.in/StudentRegistration/StudentRegistration થઇ શકશે. રજિસ્ટ્રેશનની અંતિમ તા.૩૧ ડિસેમ્બર,૨૦૨૨ છે. જૂનાગઢ જિલ્લાના તમામ  પ્રતિભાશાળી, રસ ધરાવતા વિદ્યાર્થીઓ વધુને વધુ ભાગ લે તેવા હેતુથી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી, જૂનાગઢ તથા શ્રી બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ જહેમત ઉઠાવી રહ્યા છે. આ સ્પર્ધા વિષે વધુ જાણકારી માટે લોક વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરવા, લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *