જૂનાગઢ તા.૮ ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજયના સફાઇ કામદારોને અને તેઓના આશ્રિતો માટે નિગમની સીધા ધિરાણની વિવિધ યોજનાઓ જેવી કે મહિલા સમૃધ્ધિ યોજના યુનિટ કોષ્ટશ રૂ.૬૦,૦૦૦/- વ્યાહજનો દર ૪%, માઇક્રો ક્રેડીટ ફાઇનાન્સ– યોજના યુનિટ કોષ્ટર રૂ.૬૦,૦૦૦/- વ્યાટજનો દર ૫%, મહિલા અધિકારીતા યોજના યુનિટ કોષ્ટસ રૂ.૧,૦૦,૦૦૦/- વ્યાસજનો દર ૫%, પેસેન્જયર ઓટો રીક્ષા યોજના યુનિટ કોષ્ટ રૂ.૨,૦૦,૦૦૦/- વ્યા,જનો દર ૬%, ગાર્બેજ ડીસ્પોજઝલ વ્હીંકલ યોજના યુનિટ કોષ્ટય રૂ.૬,૦૦,૦૦૦/- વ્યાજનો દર ૬% મુજબ છે.
આ યોજનાનો લાભ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને (ઉંમર મર્યાદા ૧૮ વર્ષથી ઓછી નહી અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ તેમજ સફાઇ કામદાર કે સફાઇ કામદારના આશ્રિત હોવા અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે) મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળ વધુમાં વધુ લાભ લેવા માટે સફાઇ કામદાર કે તેમના આશ્રિતોએ તા.૨૦/૦૮/૨૦૨૨ સુધી https://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર આપેલ સૂચનાને આધિન ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેથી જૂનાગઢ જિલ્લાના તમામ સફાઇ કામદારો અને તેઓના આશ્રિતોએ નોંધ લેવા જિલ્લા મેનેજર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જૂનાગઢની કચેરી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક (અનુસૂચિત જાતિ કલ્યાણ)ની કચેરી,બહુમાળી ભવન, બ્લોક નં.૧/૩, સરદાર બાગ પાસે,જૂનાગઢ. પીન કોડ – ૩૬૨૦૦૧ કચેરીનો સંપર્ક કરવા જણાવવમાં આવ્યું છે.
