Gujarat

ગુજરાત સૌથી વધુ તક અને રોજગાર આપનારું રાજ્ય ઃ હર્ષ સંઘવી

અમદાવાદ
હર્ષ સંઘવીએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સંબોધન કરતાં જણાવ્યું હતું કે જે લોકો રાજ્યના નાગરિકોને ગેરમાર્ગે દોરે છે, બે નંબરી રીતે બહાર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે તે સૌકોઈને ચેતવણી આપું છું. આગામી દિવસોમાં ખૂબ મોટી કામગીરી કરવાની દિશામાં જઈ રહ્યા છીએ. રાજ્ય પોલીસ દ્વારા પણ આવા લેભાગુ એજન્ટો પર કાયદેસરની કાર્યવાહી કરવાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં તકોની વાત કરીએ તો દેશભરના યુવાનોને કોઈ રાજ્ય સૌથી વધુ રોજગારી આપતું હોય તો તે ગુજરાત છે. રાજ્યના યુવાનોને રોજગારીની વાત હોય કે પૂરતી તકોની કેન્દ્ર સરકાર દ્વારા અટલ ઇનોવેશન મિશન, સ્ટાર્ટઅપ મિશનથી પ્લેટફોર્મ પૂરી પાડી રહી છે.ગુજરાતમાં મળતી તકો એ દેશના કોઈપણ બીજા રાજ્યની ગુજરાત અને ગુજરાતીઓ સાથે તુલના કરીએ તો ગુજરાત સૌથી વધુ તક આપનારું રાજ્ય છે.કેનેડા-યુએસની બોર્ડર પર માઈનસ ૩૫ ડીગ્રી ઠંડીમાં બોર્ડર ક્રોસ કરીને અમેરિકા જતી વખતે થીજી જવાથી કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક પાટીદાર પરિવારના ૪ સભ્યનાં મોત થઈ ગયાં હતાં. આ મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં તક ન મળતી હોવાની હૈયાવરાળ ઠાલવી હતી. જાેકે નીતિન પટેલના નિવેદન સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે દેશભરના યુવાનોને કોઈ રાજ્ય સૌથી વધુ રોજગારી આપતું હોય તો તે ગુજરાત છે. હવે આ મામલે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પણ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, તકોના અભાવે ગુજરાતનો આઈટી પાસ યુવાન રોજગારી માટે અમેરિકાની સિલીકોન વેલીથી શરૂ કરીને ભારતમાં હૈદરાબાદ, બેંગ્લોરમાં જઈ પોતાની કારર્કિદી બનાવવા મજબુર છે. અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, થોડા દિવસ પહેલા ગુજરાતના એક જ પરિવારના ચાર સભ્યો કેનેડાથી અમેરિકામાં પ્રવેશ કરતા બોર્ડર ઉપર બરફના તોફાનમાં થીજી ગયા અને તેમનું દુઃખદ મૃત્યુ થયા. ભાજપના વરિષ્ઠ નેતા અને વર્ષો સુધી મંત્રી રહેલ નિતીનભાઈ પટેલે આ બાબતે અફસોસ સાથે કહેવુ પડ્યું કે ગુજરાતમાં તકોના અભાવે આપણા યુવાનોને વ્યવસાય અને નોકરીની શોધમાં બીજા દેશમાં જવુ પડે છે. એટલે આપણે સહુએ અહીં રોજગારીની સારી તકોનું સર્જન થાય તેવા પ્રયત્નો કરવા જાેઈએ. નિતીનભાઈએ જે વાસ્તવિક્તા હતી તે કહી અને તે બાબતે સલાહ પણ આપી. પરંતુ ભાજપ સરકારના વર્તમાન મંત્રી મંડળના સભ્ય હર્ષભાઈ સંઘવી પોતાની જ પાર્ટીના વરિષ્ઠ નેતાના નિવેદને ખોટુ ગણાવી ગુજરાતમાં રોજગારીની તકોનું આભાસી ફુલ ગુલાબી ચિત્ર દર્શાવી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રાજ્યનો આઈટી પાસ યુવાન રોજગારી માટે અમેરિકાની સિલીકોન વેલીથી શરૂ કરીને ભારતમાં હૈદરાબાદ, બેંગ્લોરમાં જઈ પોતાની કારર્કિદી બનાવવા મજબુર છે. કારણ કે ગુજરાતમાં આઈટી ક્ષેત્રે કારર્કિદીની તકો લગભગ શૂન્ય સમાન છે. ગુજરાતના એન્જિનિયર, એમબીએ થયેલ યુવાનો બેરોજગાર છે. કોમર્સ કે અન્ય શાખાના ગ્રેજ્યુએટ યુવાનો માટે પણ રોજગારીની પૂરતી તકો નથી. જે સરકારી નોકરીની તકો છે તેમાં પણ કૌભાંડો કરીને ભરતીઓ કરાય છે. રાજ્યની ભાજપ સરકાર યુવાનોને ના તો મફત શિક્ષણની વ્યવસ્થા આપી શકે છે, ના અભ્યાસ બાદ રોજગારીની તકો આપી શકે છે. આવી દુઃખદ સ્થિતી છે. સાચી સ્થિતી સ્વીકારીને રાજ્યમાં રોજગારીની તકોનું સર્જન કરવા માટે સરકારે આગળ આવવુ જાેઈએ.

Minister-of-State-for-Home-Affairs-Harsh-Sanghvi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *