Gujarat

ગોગજીપુરા ગ્રામ  પુસ્તકાલય નુ લોકાર્પણ કરવામાં આવ્યું

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના ગોગજીપુરા ખાતે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેશ ભાઈ ઝાલા ના  પિતાજી સ્વ. મગનભાઈ ગોકળ ભાઈ ઝાલા (પુર્વ ધારાસભ્ય કઠલાલ), માતુશ્રી સ્વ. ભારતીબા મગનભાઈ ઝાલા તથા મોટા ભાઇ સ્વ.  પ્રવીણ ભાઈ મગનભાઈ ઝાલા ના સ્મરણાર્થે, સામાજિક ઉત્થાન  ,બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય ના નિર્માણ માટે ચાલતા હર્ષદ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ગોગજીપુરા ગ્રામ પંચાયત ને માં-2 પુસ્તકાલય નુ લોકાર્પણ કરવામાં આવ્યું આ અવસરે સર્વ સમાજ સેના ગુજરાત ના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ, ગોગજીપુરા ગ્રામ પંચાયત સરપંચ , પંચાયત ના સદસ્યઓ, ગામ ના આગેવાનો યુવાનો ,વડીલો, મહીલાઓ ઉપસ્થિત રહ્યા જ્યારે લાયબ્રેરી થકી ગામ તથા આજુબાજુ વિસ્તાર ના સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા યુવક/યુવતી પુસ્તકાલય નો લાભ લઇ ઉજ્જવળ કારકિર્દી બનાવી અને ઊતક્રુષ્ટ સમાજ, રાષ્ટ્ર  નિર્માણ માં સહભાગી બનશે. તેમજ ગામ ના યુવાનો, વડીલો, માતા,બહેનો પોતાના હક્ક જાણશે , ફરજો સમજશે , ઇતિહાસ, સામાજિક, રાજકીય, બંધારણ સહીત ના વિવિધ વિષયો નુ જ્ઞાન મેળવશે જ્યારે તેનો મુખ્ય હેતુ એક જ લક્ષ શિક્ષણ થી સામાજીક ક્રાંતિ લાવવી સમાજ ના દરેક વર્ગ ને કોઇપણ રીતે મદદરૂપ થાય તેવા ઉમદા ઉદેશ્ય થી પુસ્તકાલય ખુલ્લુ મુકાયું.

FB_IMG_1643365405842.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *