Gujarat

ગોધરાના ધાણીત્રા ગામે પતિએ પત્ની અને ૨ વર્ષની પુત્રીની હત્યા કરી

ગોધરા
ગોધરાના ધાણીત્રમાં રહેતા પર્વતસિંહ ઉંદેસીંહ પરમારની પત્ની સવિતાબેને પતિ પર્વતસિંહ ૩ દિવસ બાદ ઘરે આવતાં ટોકયા હતા. જેથી પતિ ઉશ્કેરાઇને ઝઘડો કરીને સવિતાબેનને માથાના ભાગે લોખંડની ધારધાર કુહાડી મારીને ઇજા કરી હતી. મારી નાખવાના ઇરાદે પર્વતસિંહે કુહાડી પત્નીને મારવા જતાં પત્નીએ હાથ વચ્ચે લાવી દેતાં હાથમાં ઇજા થઇ હતી. ત્યાર બાદ ઉશ્કેરાયેલા પતિ ઉદેસિહે પોતાની બે વર્ષની પુત્રી કાજલને ઘરની પાછળ આવેલા કૂવામાં ફેકી દીધી હતી અને પાણીમાં ડુબાડીને તેની હત્યા કરી પર્વતસિંહ નાસી ગયો હતો. આ અંગે પત્ની સવિતાબેને પોતાના પતિ પર્વતસિંહ પરમાર સામે પોલીસમાં હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.ગોધરાના ધાણીત્રા ગામે પત્ની ૩ દિવસ બાદ ઘરે આવતાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને કુહાડી મારીને ઇજાઓ કરીને ૨ વર્ષની પુત્રીને કૂવામાં ડુબાડીને મારી નાખી હોવાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *