વડોદરા
પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકાની એક સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને પુષ્પા ફિલ્મના શ્રીવલ્લી સોંગનું ઘેલુ લાગ્યું છે. સ્કૂલના એક ક્લાસરૂમના તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓએ શ્રીવલ્લી સોંગ પર ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો ર્છ અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા’ લોકોને ખૂબ પસંદ આવી રહી છે અને તેની સાથે સાથે ફિલ્મનું શ્રીવલ્લી ગીત પણ લોકો લોકોને ખુબ ગમ્યું છે. આ ગીત લોકોની જીભ પર છે અને રીલ પણ ખુબ વાઇરલ થઇ રહી છે. ઈન્સ્ટાગ્રામ પર આ ગીત પર ખુબ રીલ બનાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓનો જે વીડિયો વાઇરલ થયો છે, તેમાં મેસેજ પણ લખવામાં આવ્યો છે કે, બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત કરવા માટે, આત્મવિશ્વાસ વધારવા માટે તેમજ શાળામાં પ્રવેશ અને સ્થાયીકરણમાં સુધારો લાવવા માટેનો આ એક અનોખો પ્રયાસ છે. આ પ્રકારના મેસેજ સાથે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.


